Gujarat

રાજકોટ-કાનાલુસ રેલ્વે ડબલિંગ પ્રોજેક્ટ માટે ૪૪.૬૫ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
 ભારત સરકાર દ્વારા રાજકોટ- કાનાલુસ રેલ્વે સિંગલ લાઈનને ડબલ લાઈન કરવાના ખાસ પ્રોજેક્ટ માટે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, રામપર, મોટા ચણોલ, મોટા હડમતીયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી તથા પડધરી મળી કુલ ૧૩ ગામોના ૧૮૩ સર્વે નંબરોની ખાનગી ૨૧.૫૦ હેક્ટર જમીન તેમજ ૭૭ સર્વે નંબરોની ૨૩.૧૪ હેક્ટર સરકારી જમીન મળી કુલ ૨૬૦ સર્વે નંબરોની ૪૪.૬૫ હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે. થાય છે. આ માટેના ભારત સરકારના આખરી જાહેરનામાની મુદત પૂરી થયે ખાનગી માલિકીની જમીનના વળતર અંગેના એવોર્ડ જાહેર કરવામાં આવશે.
૧૧૧ કિલોમીટરના આ રેલવે ડબલીંગ પ્રોજેક્ટમાં રાજકોટ અને જામનગર જિલ્લાના જુદા જુદા ગામોના સમાવેશ થાય છે. આ  રેલવે ડબલ લાઈનથી અમદાવાદ તરફથી આવતી ટ્રેનોની સ્પીડ વધી જવાથી પેસેન્જરનો પ્રવાસનો સમય બે થી ત્રણ કલાક સુધીનો ઓછો થશે તેમ જ લાઈન પર આવતી જતી માલગાડીઓ પણ ખૂબ જ ઓછા સમયમાં માલની હેરફેર કરી શકશે તેમ પ્રાંત અધિકારી  વિવેક ટાંકની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *