રાજકોટ શહેર જીલ્લાના તમામ હેલ્થ સેન્ટરોએ સાઇકલ રેલી યોજી વિશ્વ સાઇકલ દિવસની ઉજવણી કરી.
રાજકોટ શહેર તા.૩/૬/૨૦૨૩ ના આજરોજ ‘‘વિશ્વ સાઇકલ દિવસ’’ નિમિત્તે જીલ્લા પંચાયત રાજકોટ ખાતે તેમજ રાજકોટ જીલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે સાયકલ રેલી યોજી ‘‘વિશ્વ સાયકલ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવી હતી. CDHO ડો.નિલેશ રાઠોડે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવી હતી. અને સર્વે આરોગ્ય કર્મીઓએ “સાયકલ ફોર હેલ્થ” નો સંદેશ સમાજને આપ્યો હતો. આ સાઈકલ રેલીમાં લોધીકા-પડધરી વિસ્તારના બાળકો પણ જોડાયા હતા. અને બિનચેપી રોગોથી મુક્તિ, સાયકલ ચાલનથી રહીએ સ્વસ્થ, નીરોગી જીવન- નિરામય જીવન જેવા બેનર સાથે સુત્રોચ્ચાર કરી લોકજાગૃતિનો પ્રયાસ કર્યો હતો. આ રેલીમાં ADHO/NCD પ્રોગ્રામ ઓફિસર, DIEC તથા આરોગ્ય શાખાના તમામ કર્મચારીઓ અધિકારીઓ જોડાયા હતા.
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.