*રાજકોટ શહેર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચેકિંગ હાથ ધરાઈ.*
*રાજકોટ શહેર તા.૧૯/૫/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના કોઠારીયા મે.રોડ તથા બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૩૫ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૨૧ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ. ફૂડ વિભાગ દ્વારા શહેરના કોઠારીયા મે.રોડ તથા બજરંગવાડી હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલ (૧) કનૈયા રસ ડિપો (૨) જય સિયારામ વડાપાઉં (૩) એચ.એસ.વડાપાઉં (૪) શ્રી શિવ શક્તિ ચાઇનીઝ & પંજાબી (૫) શ્રી ઓમ મોમોઝ (૬) જય ખોડિયાર ચાઇનીઝ & પંજાબી (૭) રાધેશ્યામ ચાઇનીઝ & પંજાબી (૮) શ્રી ગણેશ પાઉંભાજી (૯) કચ્છી દાબેલી -ભૂંગળા બટેટા (૧૦) જય ગણેશા મદ્રાસ કાફે લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (૧૧) શ્રી અશોક વિજય ડેરી ફાર્મ (૧૨) સિલ્વર બેકરી (૧૩) સત્યમ ડેરી ફાર્મ (૧૪) સપના કોલ્ડ્રિંક્સ (૧૫) દિલીપ ડેરી ફાર્મ (૧૬) ખોડિયાર કોલ્ડ્રિંક્સ (૧૭) બચુબાપા શેરડીવાળા (૧૮) જયકિશાન ડેરી ફાર્મ (૧૯) મુરલીધર ફરસાણ હાઉસ (૨૦) સુધાંગ ડેરી ફાર્મ (૨૧) અનમોલ ફરસાણ (૨૨) કનૈયા રસ ડિપો (૨૩) ગણેશ ડેરી ફાર્મ (૨૪) શ્રી નવનીત ડેરી ફાર્મ (૨૫) બાલાજી શ્રીખંડ & આઇસ્ક્રીમ (૨૬) સંતોષ ફરસાણ (૨૭) મુરલીધર સ્વીટ માર્ટ (૨૮) નકલંક ડેરી ફાર્મ (૨૯) ભાગ્યોદય રેસ્ટોરેન્ટ (૩૦) સંધ્યા મદ્રાસ કાફે (૩૧) શ્રી ચામુંડા ભેળ સેન્ટર (૩૨) તુરૂપતિ મદ્રાસ કાફે (૩૩) MGM પંજાબી & ચાઇનીઝ (૩૪) જોગી ઘૂઘરા સમોસા (૩૫) અમીષા ચાઇનીઝ & પંજાબીની ચકાસણી કરવામાં આવેલ. ઉનાળાની ઋતુમાં બરફનો વ્યાપક વપરાશ થતો હોય ફૂડ વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન દર્શાવ્યા મુજબની કુલ ૬ બરફનું ઉત્પાદન કરતાં એકમોની ચકાસણી કરવામાં આવેલ. સ્થળ પર બરફ બનાવવા ઉપયોગમાં લેવાતા પાણીમાં ક્લોરીનેશનની માત્રા તપાસવામાં આવેલ. તેમજ ઉત્પાદન સ્થળ પર હાઇજીનીક કન્ડીશન્સ જાળવવા અંગે નોટીસ આપવામાં આવેલ.*
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.*




