રાજકોટ શહેર સરકારી ITI દ્વારા યોજાયો રોજગાર ભરતી મેળો.
રાજકોટ શહેર તા.૧/૬/૨૦૨૩ ના રોજ રાજકોટ શહેર ITI દ્વારા આયોજિત ભરતી મેળામાં ૧૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ ITI દ્વારા PMI ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રા.લી. ગ્રુપની કંપની નારાયણ સીટી બસ (ઇલેક્ટ્રિક બસ) કંપની માટે દ્વારા આજીડેમ પાસે આવેલ સરકારી ITI ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈલેક્ટ્રિક બસ મેઇન્ટેનન્સની જગ્યા રાજકોટ માટે ITI નાં રેફ્રીજરેશન અને એ.સી. ઈલેક્ટ્રીશીયન, ટાયરમેન, મેકેનિક ટ્રેડ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૦ વર્ષનાં માત્ર પુરુષ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ રોજગાર ભરતી મેળામાં કંપની તરફથી HR મેનેજર શાંતનુ ટંડન, ઓપરેશન મેનેજર શિવદત, ઇલેક્ટ્રિક વિભાગનાં હેડ ગૌરવ શર્મા, ઓફીસ એડમીન હિતેશભાઈ હાજર રહ્યા હતા. શરૂઆતમાં કંપનીના HR મેનેજર શાંતનુ ટંડન દ્વારા પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીનું સ્થળ, હોદ્દો, સેલેરી, કરવાની થતી કામગીરી સહિતની જરૂરી માહિતીઓની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. ત્યારબાદ હાજર રહેલા ૪૫ ઉમેદવારોનાં મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા જરૂરી લાયકાત ધરાવતાં ૧૬ ઉમેદવારોની પસંદગી કરી સીધી કંપનીના પે રોલ પર ભરતી કરવામાં આવી હતી. ITI માં રોજગારલક્ષી વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર તા.૨૫/૬/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સરકારી ITI ખાતે સવારે ૧૦ થી ૫ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા ITI રાજકોટનાં આચાર્ય સાગર રાડિયાએ અનુરોધ કર્યો છે.
*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.




