Gujarat

રાજકોટ શહેરના ત્રંબા ખાતે પ્રી-મેટ્રિક સ્કોલરશીપ અંગેનો કેમ્પ યોજાયો.

રાજકોટ શહેરના ત્રંબા ખાતે પ્રી-મેટ્રિક સ્કોલરશીપ અંગેનો કેમ્પ યોજાયો.

રાજકોટ શહેર તા.૧/૬/૨૦૨૩ ના રોજ ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને અપાતી પ્રી-મેટ્રિક શિષ્યવૃત્તિ માટે બેંક ખાતું આધારકાર્ડ સાથે જોડાયેલું હોવું ફરજિયાત છે, આથી સંબંધિત વિદ્યાર્થીઓના બેંક ખાતા સાથે આધારકાર્ડ જોડવા માટેનો કેમ્પ રાજકોટ જીલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ કચેરી દ્વારા રાજકોટ જીલ્લાના દરેક તાલુકામાં પ્રી-મેટ્રિક શિષ્યવૃતિ કેમ્પનું આયોજન કરાયું હતું. જે અન્વયે ત્રંબા ગામ ખાતે પોપ્યુલર સ્કુલમાં પ્રી-મેટ્રિક સ્કોલરશીપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ ઇનેબલ કરવા તથા આધાર સીડિંગ કરવાની પ્રક્રિયામાં આવતી સમસ્યાનો સ્થળ ઉપર ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારી સંદીપભાઈ વર્મા સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

*રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.

IMG-20230601-WA0133-2.jpg IMG-20230601-WA0131-1.jpg IMG-20230601-WA0132-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *