Gujarat

રાજકોટ હરિયાણી પરીવારના આંગણે ભદ્રોત્સવ પ્રસંગ યોજાયો…

*રાજકોટ:મુળ સરંભડા ના અને હાલ કટક ઓરીસ્સા નિવાસી શ્રી જીતેન્દ્રભાઈ હરિયાણી ના પિતાશ્રી રસીકબાપુ,બી, હરિયાણી માતુશ્રી,સ્વ,સરસ્વતિ બેન,આર, હરિયાણી, જ્યેષ્ઠ બંધુ શ્રી સ્વ,ધર્મેન્દ્ર ભાઈ તેમજ લઘુબંધુ સ્વ, શ્રી રાજેન્દ્ર ભાઈ ના આત્મ કલ્યાણાર્થે રાજકોટ મુકામે સવારે ૮.૩૦ કલાકે હનુમાન ચાલીસા તેમજ સુંદર કાંડ પાઠ નું આયોજન કરવામાં આવેલ હતુ.*
*આ પ્રસંગે ભાવનગર ભાજપ અગ્રણી નેતા શ્રી હરુભાઈ ગોંડલિયા, ગોંડલ વડવાળા દેવ મંદિર નાં મહંત શ્રી સિતારામ બાપુ, સિતારામ આશ્રમ રતનપર થી શ્રી શરદબાપુ દુધરેજીયા,સાકરીયા હનુમાનજી દાદા મંદિર કુંકાવાવ નાં મહંત શ્રી વામનદાસબાપુ ગોંડલિયા,ડો, શ્રી વિજયભાઈ દેશાણી, ગુજરાત વૈષ્ણવ સાધુ સમાજ રાજકોટ ના પ્રમુખ શ્રી મુકેશબાપુ દેશાણી તેમજ શ્રી હસમુખ ભાઈ દુધરેજીયા વગેરે સાધુ સંતો મહંતો ની ઉપસ્થિતિ રહેલ હતી.*
*ભદ્રોત્સવ પ્રસંગ માં પધારેલ સંતો મહંતો ના વિધીવત સામૈયા કરી અને ફુલહારથી શાલ ઓઢાડી સન્માન વિધી કરવામાં આવેલ હતી તેમજ ધર્મસભામાં સહુ ના આશિર્વાદ પ્રાપ્ત કરેલ હતાં.*
*જ્યારે બપોર ના સંત ભોજન નું આયોજન કરવામાં આવેલ સાથે હરિયાણી પરીવાર દ્રારા આંગણે આવેલ  તમામ મહેમાનો નું પણ આભારદર્શન કરવામાં આવેલ હતું.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા

IMG-20230410-WA0104.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *