Gujarat

રાજકોટથી ગતરાતે પાર્સલની ગાડી રવાના થયાનું ઝ્રઝ્ર્‌ફમાં ખુલ્યું, હાઈવે પરના સીસીટીવીની તપાસ કરાઈ શરૂ

રાજકોટ
રાજકોટ-અમદાવાદ હાઇવે પર સાયલા નજીક લૂંટની ઘટના બની છે. જેમાં કુરિયર સર્વિસની કારને આંતરી પોલીસની ઓળખ આપી ગાડીમાં દારૂ હોવાનું કહી ચેક કરવાના બહાને ફરિયાદીને બાંધી માર મારી અંદાજિત ૩.૯૦ કરોડ રકમની લૂંટ ચલાવી લૂંટારુઓ નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા સુરેન્દ્રનગર એસપીની અધ્યક્ષતામાં ૧૦ ટીમો બનાવી નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. જેમાંની એક ટીમ જ્યાંથી કુરિયર સર્વિસની કાર રવાના થઈ હતી તે રાજકોટની ન્યુઝ એર સર્વિસની ઓફિસે પહોંચી તપાસ કરી છે. અહીં પોલીસે સીસીટીવી ચેક કરતા પાર્સલ ભરેલી કાર ગતરાતે ૯.૪૦ વાગ્યે રવાના થઈ હોવાનું ખુલ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના રણછોડનગર શેરી નંબર ૪માં આવેલ ન્યુઝ એર કુરિયર સર્વિસની ઓફિસમાંથી ગઈકાલે રાત્રિના ૯.૪૦ વાગ્યે સામાન ભરી ગાડી અમદાવાદ તરફ મોકલવામાં આવી હતી. જાેકે, ગાડી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક પહોંચતા ૩ જેટલી કાર દ્વારા ન્યુઝ એર કંપનીની કારને આંતરી લૂંટારુઓ દ્વારા લૂંટ ચલાવવામાં આવી હતી. બાદમાં પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી સુરેન્દ્રનગર જીઁની અધ્યકક્ષતામાં ૧૦ જેટલી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *