રાજકોટ
ધોરાજીની રોયલ સ્કૂલની હોસ્ટેલમાં સુસાઇડ નોટ લખી ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી દિવ્યા રમેશભાઈ ડોડિયા નામની વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. દિવ્યા ડોડિયાએ ગત મોડી રાત્રે હોસ્ટેલના ૩૧૮ નંબરના રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડી રાત્રે ૧૨ વાગ્યા પછી આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દિવ્યાએ લખેલી સુસાઇડ નોટ મળી આવી છે જેમાં જે લખ્યું છે તે વાંચી સૌ કોઈનું હૈયુ હચમચી જાય તેમ છે. દિવ્યાએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ‘પપ્પા આઈ હેટ યુ, મારા આત્માને શાંતિ નહીં મળે, મારા એક એક આંસુનો બદલો લઈશ.’


