Gujarat

રાજકોટમાં અસામાજિક તત્ત્વો રોડ પર નાણાં ઉધરાવતા હોવાનો વિડીયો સામે આવ્યો

રાજકોટ
ફરી એકવાર રાજકોટમાં ગૂંડાતત્વોએ મચાવ્યો છે આતંક અને ફરી એકવાર પોલીસ પર લાગ્યો છે હપ્તાખોરીનો આરોપ.જી હા, શહેરના રૈયાધાર વિસ્તારમાં રાણીમા રુડીમા રોડ પર અસામાજીક તત્વો બેફામ બન્યા છે. અસામાજીક તત્વોના આતંકના દ્રશ્યો ઝ્રઝ્ર્‌ફમાં કેદ થયા છે.અહીં ગૂંડાતત્વોનો એવો તો ત્રાસ છે કે વેપારીઓ, રહીશો, મહિલાઓ હેરાન પરેશાન બની ગયા છેપસ્થાનિકોનો આરોપ છે કે ગૂંડા અને આવારા તત્વો પ્રોટેક્શ મનીની માંગણી કરે છે.એટલું જ નહીં જાે રૂપિયા ન આપવામાં આવે તો હુમલો કરવાની, પોલીસ ફરિયાદ કરીને હેરાન કરવાની ધમકી આપે છે. તો પ્રજાની રક્ષક ગણાતી પોલીસ પર નાગરિકોએ લગાવ્યો છે મીલીભગતનો આરોપ લગાવ્યો છે. તોડકાંડ બાદ બદનામ થયેલી રાજકોટ પોલીસ પર વધુ એક હપ્તાખોરીનો આરોપ લગાવ્યો છે.નાગરિકોનો સીધો આક્ષેપ છે કે પોલીસ અને ગૂંડાઓ વચ્ચે મીલીભગત ચાલી રહી છે અને હપ્તાખોરીના કારણે પોલીસ ગૂંડાઓ સામે કાર્યવાહી નથી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *