Gujarat

રાજકોટમાં ટી પોસ્ટ કાફેના ચાના કપનો ઉપયોગ કરીને સટ્ટો રમાડતા બુકીઓ

રાજકોટ
હાલમાં આઈલીએલ તેના અંતિમ તબક્કામાં છે ત્યારે ઓનલાઈન સટ્ટો રમાડતા બુકીઓ પણ નવી નવી ટેકનીક અપનાવી રહ્યા છે. હવે ઓનલાઈન સટ્ટો રમાડનારા બુકીઓ હાઈટેક બની ગયા છે. પોલીસને ઊંઘતી રાખી બુકીઓએ ક્રિકેટ સટ્ટાની નવી જ ટેકનિક અપનાવી છે જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.
મળતી માહિતી મુજબ કાફેના ચાના કપમાં ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનનો ઊઇ કોડ આવે છે. ટી પોસ્ટ કાફે ના ચા ના કપમાં સટ્ટા માટે હાઇટેક એપ્લીકેશન બનાવવામાં આવી છે. એપ્લીકેશન ખુલતા વોટ્‌સ એપનો લોગો આવે છે, તે ક્લિક કરતા ડાયરેક્ટ વોટ્‌સ એપ ચેટ ખુલે છે અને તેમાં આઈડી બનાવવાની ઓફર આપવામાં આવે છે.જાેકે જાણ થતાં કાફે દ્વારા આ કપ આપવાના બંધ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ માટે પણ આવા હાઈટેક બુકીઓ પડકાર રૂપ બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *