Gujarat

રાજકોટમાં ધો.૧૨ની વિદ્યાર્થિનીએ ‘ગુડ બાય એન્ડ સોરી’ લખી ગર્લ્સ હોસ્ટેલમાં ગળેફાંસો ખાધો

રાજકોટ
રાજકોટના સાધુ વાસવાણી રોડ નજીક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં ધો.૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દેવાંશી સરવૈયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અન્ય વિદ્યાર્થિનીઓ આઘાતમાં સરી પડી છે. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસને દેવાંશીએ આપઘાત કરતા પહેલાં લખેલી સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં લખ્યું છે કે, ‘ગુડ બાય એન્ડ સોરી, મને કાંઈ વાંધો નથી, પણ ગમતું નથી, માથું બહુ દુખ્યા કરે છે’. સુસાઇડ નોટ અક્ષરશઃ ય્ર્ર્ઙ્ઘ મ્અી ટ્ઠહઙ્ઘ ર્જીિિઅ, મને કાંઈ વાંધો જ નથી, પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા, ર્જીિિઅ પપ્પા મને માફ કરી દેજાે. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજાે, ભાઈ મમ્મી-પપ્પાનું ધ્યાન રાખજે. મ્અી ૈં ન્ર્દૃી અર્ે ર્દ્બદ્બ ટ્ઠહઙ્ઘ ઙ્ઘટ્ઠઙ્ઘ ટ્ઠહઙ્ઘ મ્રટ્ઠૈ. દેવાંશી સરવૈયાનાં માતા-પિતા જેતપુરના કેરાળી ગામમાં રહે છે. દેવાંશી અભ્યાસ અર્થે રાજકોટ ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી અને ધો.૧૨મા અભ્યાસ કરતી હતી. જાેકે, તેણે આજે સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓને આઘાત લાગ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવતા દેવાંશીએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે સુસાઇડ નોટ જપ્ત કરી દેવાંશીના પરિવારને જાણ કરી છે. તેમજ હોસ્ટેલ સંચાલકની પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે દેવાંશીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *