રાજકોટ
રાજકોટમાં ભાડુઆતના ત્રાસની ઘટના સામે આવી છે. જેમાં મહિલાના ચુનારાવાડમાં આવેલા મકાનમાં રહેતા ભાડુઆતને મહિલાએ મકાન ખાલી કરવાનું કહ્યું હતું. એ સમયે ભાડુઆતે ૩.૫૦ લાખ રૂપિયા માંગ્યા હતા.જેમાંથી મહિલાએ રૂ.૨ લાખ ચૂકવી દીધા હતા. એ બાદ પણ ભાડુઆતે મકાન ખાલી કરવાને સ્થાને ભંગારના વેપારીને મકાન ભાડે આપી દીધું હતું. સમગ્ર મામલે મહિલાએ રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ અંગે ફરિયાદ દાખલ કરી હતી. જે ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ઉદ્યોગનગરમાં રહેતા નીતાબેન મકવાણાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા તેના સસરા નરસીભાઈએ ચુનારાવાડ નજીક આ મકાન ખરીદ કર્યું હતું. બાદમાં તે મકાન જુનાગઢના વડાલમાં રહેતા તેમના કૌટુંબિક બહેન જયાબેન ઉર્ફે ગંભીબેન ગોબરભાઈ ડાભીને રહેવા માટે આપ્યું હતું. આ પછી તેના સસરાએ તે મકાન મગનલાલ પ્રજાપતિ પાસે રૂ.૬ હજારમાં ગીરવે મુકયું હતું. જેથી જયાબેન ઉર્ફે ગંભીબેને રૂ. ૬ હજાર મગનલાલને આપી મકાનના અસલ કાગળો છોડાવી પોતાની પાસે રાખી લીધા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ બાદ તેમના સસરાએ જયાબેનને રૂ.૬ હજાર આપી મકાનના કાગળો પરત લઈ લીધા હતા. જાેકે તે વખતે મકાનનો કબજાે સોંપ્યો ન હતો. બાદમાં તેમના પ્રથમ તેમના સસરાનું અવસાન થયું હતું. એ બાદ ગોબરભાઈનું અને જયાબેનનું પણ મોત નીપજ્યું હતું. આ પછી જયાબેનનાં પુત્ર અશ્વિન અને તેના પુત્ર રાજેશે મકાન ખાલી કર્યું ન હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જયારે મે મકાન ખાલી કરવાનંમ કહ્યું એ સમયે પિતા-પુત્રએ મનાઈ ફરમાવી હતી અને મકાન ખાલી કરવા માટે રૂ. ૩.૫૦ લાખની માંગણી કરી હતી. મેં કોઈ રીતે તેમાંથી રૂ.૨ લાખ આપી દીધા હતા. એ બાદ અશ્વિન તેના કુટુંબ સાથે નવાગામ ઢોળા ઉપર રહેવા ગયા હતા. પરંતુ મકાન ખાલી કર્યું ન હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અશ્વિને રાજેશ રાઠોડ અને તેના ભાઈ દિનેશને ભાડે આપ્યું હતું. થોડા સમય પહેલા અશ્વિનનું પણ અવસાન થતા તેના પુત્ર રાજેશે આ જ મકાન ભંગારના વેપારીને મકાન ભાડે આપી દીધું છે. પરંતુ હજુ સુધી કબ્જાે ખાલી નથી કર્યો. ઉલટું એ જ મકાન પર કબ્જાે કરી અન્યને ભાડે આપી દીધું હતું. જેથી આ મામલે નીતાબેને થોરાળા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલ થોરાળા પોલીસે આરોપીઓ વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
