રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી તથા યુવા રાજપૂત સંગઠન છોટાઉદેપુર જિલ્લા દ્વારા બોડેલી ખાતે શ્રી મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મ જયંતિ નિમિત્તે દર વષૅની જેમ પરંપરા મુજબ ભવ્ય રીતે સ્કુટર વિચલન(રેલી) રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ યુવાઓ દ્વારા નીકળી હતી આ કાયૅક્રમના ભાગરૂપે રાજપૂત સમાજ વાડી બોડેલી ખાતે રાજપૂત સમાજ સમુહમાં એકત્ર થઈને તમામ રાજપૂત ભાઈઓની રાજપૂતી પરંપરા, પોષક,સાફો,સફેદ ટી શટૅમા સજ્જ થઈ એક વિશાળ શોભાયાત્રા, સ્કુટર રેલી રાજપૂત વાડીથી બોડેલીના રાજમાર્ગો પરના લક્ષ્મી કોટન રોડ, માર્કેટ મેઈન બજારથી થઈને અલીપુરા ખોડીયાર માતાજીના મંદિરથી લઈ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર દ્વારા શ્રધ્ધા સુમન અપૅણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લા રાજપૂતી એકતા સંગઠીતતા અને રાષ્ટ્ર ભક્તિને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના રાજપૂત સમાજના યુવાનોને,આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં બરોડા ડેરીના ઉપપ્રમુખ તરીકે નિમણૂક થયેલ ક્રિપાલસિંહ મહારાઉલ તથા તાજેતરમાં બોડેલી એપીએમસીમાં ડિરેક્ટર તરીકે ચુંટાયેલા ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને રાહુલસિહ વાંસદિયાનુ બોડેલી રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બોડેલી ખાતે શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમા માટે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ.આમ બોડેલી ખાતે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા બાઈક રેલી નીકળી હતી તેમજ બોડેલી રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા રાજપૂત ભવન ખાતે સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી તથા યુવા રાજપૂત સંગઠન છોટાઉદેપુર જિલ્લા દ્વારા બોડેલી ખાતે શ્રી મહારાણા પ્રતાપની ૪૮૪મી જન્મ જયંતિ નિમિત્તે દર વષૅની જેમ પરંપરા મુજબ ભવ્ય રીતે સ્કુટર વિચલન(રેલી) રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ યુવાઓ દ્વારા નીકળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

