Gujarat

રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આઠ પતા-પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ

*મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ* તેમજ *નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ* નાઓએ અમરેલી જિલ્લામાંથી જુગાર/દારૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
                 જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના *પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર સાહેબ* નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ દ્રારા રાજુલા,ખેતા ગાળામાં રહેતા સલીમશા અલારખશા કનોજીયાના રહેણાંક મકાન પાસે જાહેર બજારમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા આઠ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત-*
(૧) સલીમશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૬ ધંધો.મજુરી રહે.રાજુલા,ખેતાગાળો
(૨) કબરશા અલારખશા કનોજીયા ઉ.વ.૪૨ ધંધો.વેપાર રહે.રાજુલા,પશુ દવાખાના પાસે
(૩) અસ્લમશા વલીશા સુમરા ઉ.વ.૩૦ ધંધો.મજુરી રહે.રાજુલા,પશુ દવાખાના પાસે
(૪) બરાકતશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૮ ધંધો.મજુરી રહે.રાજુલા,ખેતાગાળો
(૫) નિઝામઅલી બાબુભાઇ મેહરાણી ઉ.વ.૪૪ ધંધો.મજુરી રહે.રાજુલા,તત્વ જ્યોતિ પાસે
(૬) કાદરશા અલારખશા કનોજીયા ઉ.વ.૩૫ ધંધો.મજુરી રહે.રાજુલા,સાંખડાની ધાર
(૭) ઇમરાનશા અકબરશા કનોજીયા ઉ.વ.૧૯ ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.રાજુલા,પશુ દવાખાના પાસે
(૮) બહાદુરશા કાદરશા કનોજીયા ઉ.વ.૧૯ ધંધો.મજુરી રહે.રાજુલા,સાંખડાની ધાર
*પકડાયેલ મુદામાલની વિગત-*
(૧) રોકડા રૂ.૧૭,૫૦૦/-
(૨) ગંજી પતાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/૦૦
               આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડા તથા ધર્મેન્દ્રસિંહ રાજુભા ગોહિલ તથા પો.કોન્સ ભરતસિંહ લાખાભાઇ ગોહિલ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

IMG-20230508-WA0017-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *