Gujarat

રાજુલા ટાઉન વિસ્તારમાં જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ કરી બખેડો કરતાં બે પુરુષ ઇસમોને પકડી ગુન્હો દાખલ કરતી રાજુલા પોલીસ ટીમ

                 મ્હે.અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતાં માથાભારે ઇસમોને પકડી આવા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
                 જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી જે.એન.પરમાર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફ રાજુલા ટાઉન બીટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પેટ્રોલીંગ ફરતાં ફરતાં રાજુલા ખાણી પીણીની લારીઓ વાળી શેરી (ખાઉ ગલી) માં આવેલ તુલસીબાગ પાસે પહોચતા બે ઇસમો મોટા અવાજે ઝઘડો કરી જાહેરમાં એક બીજાને ઢીકા મારી ખાણી પીણીની લારીએ ખાણી પીણીની આઇટમો ખાતા ગ્રાહકો તેમજ ખાણી પીણીની લારીના વેપારીઓ તેમજ આવતા જતાં રાહદારીઓની જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતાં મળી આવેલ હોય જે બંન્ને ઇસમો વિરુધ્ધ રાજુલા પોલીસ સ્ટેશનમાં IPC કલમ ૧૬૦ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત-
(૧) અશોકભાઇ ભીખુભાઇ ધાખડા ઉ.વ.૨૯ ધંધો.ખેતીકામ રહે.કોટડી તા.રાજુલા
(૨)મંગળુભાઇ ભીખાભાઇ ધાખડા ઉ.વ.૪૩ ધંધો.ટ્રાવેલ્સનો રહે.રાજુલા,ગોકુળનગર મુળ રહે.ઉછૈયા
પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ –
(૧) આરોપી નં.(૧) વિરુધ્ધ રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૧૦૪૨/૨૦૨૦ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્હો રજી.થયેલ છે
(૨) આરોપી નં.(૨) વિરુધ્ધ રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૮૪૧/૨૦૨૨ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્હો રજી.થયેલ છે.
               આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230603-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *