આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન(ચાઇનીઝ તુકકલ)નું વેચાણ કરતા હોય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકાર સાહેબશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ) ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ હોય, જે અન્વયે અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ)નું વેચાણ કરતા ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા આગામી મકરસંક્રાતિ અન્વયે પ્રતિબંધિત ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્ન (ચાઇનીઝ તુકકલ)નું વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે રાજુલા તાલુકાના કોટડી ગામેથી એક ઇસમને ચાઇનીઝ દોરાનું વેચાણ કરતા પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
રાકેશ ભગવાનભાઇ સાંખટ, ઉં.વ.૨૧, રહે.કોટડી, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલની વિગતઃ-
મોનોસ્કાય (પ્લાસ્ટીક દોરી) રીલ નંગ – ૪૦ કુલ કિ.રૂ.૧૨,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. બહાદુરભાઈ વાળા તથા પો.કોન્સ. વિનુભાઈ બારૈયા, યુવરાજસિંહ વાળા, લીલેશભાઇ બાબરીયા, ગોકળભાઇ કળોતરા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


