Gujarat

રાજુલા તાલુકાના મજાદર ગામે મેરામણીયો નદીમાં કે.સી.સી. બીલ્ડકોન કંપનીએ આડેધડ ખોદકામ કરીને માટી કાઢ્યાની કલેક્ટરને રજૂઆત 

વિક્રમ સાખટ રાજુલા
રાજુલા વિસ્તારમાં નેશનલ હાઈવેનું કામ ચાલુ હોય અને તેનો કોન્ટ્રાકટ કે.સી.સી.બીલ્ડકોન કંપનીને ૧૦૦૦૦ (દસ હજાર) મે.ટનની પરમીટ આપવામાં આવેલ છે. અને આ પરમીટ તા.૬/૩/૨૦૨૩ ના રોજ પુર્ણ થવાની છે પરંતુ આ કંપની દ્વારા મેરામણીયો નદીમાં આડેધડ ખોદકામ કરીને ઉડાઉડા ખાડાઓ કરીને પરમીટ કરતા લગગ ડબલ ઉપરાંત માટીનું ખોદકામ કરેલ હોય તેવું જણાય છે. અને આમ કરીને આ કંપની દ્વારા પરમીટ કરતા પણ વધારે પ્રમાણમાં માટી કાઢવામાં આવેલ છે. વળી મજાદર ગામ દરીયા કિનારાથી નજીક હોય જેથી ઉંડા ઉડા ખોડાઓ કરવાના કારણે દરીયાના ખારા પાણી નિકળી રહયા છે જેના કારણે આ વિસ્તારની ફળદ્રુપ જમીનોનો પણ નાશ થવાની શકયતા રહેલ હોય તાત્કાલીક કે.સી.સી. બીલ્ડકોન કંપનીએ મેરામણીયો નદીમા માટી અંગે કરેલ ખોદકામનું મેજરમેન્ટ કરીને કેટલા ટન માટી ઉપાડેલ છે તેની તપાસ સ્થળ ઉપર તપાસ કરવા કલેક્ટરને રજુવાત કરવામાં આવી છે. આ તપાસ તાત્કાલીક કરવા તથા તપાસણી સમયે અધિકારીઓ તથા પદાધીકારીઓની રૂબરૂમાં સ્થળ તપાસણી કરવા તથા આ તપાસણી સમયે સાથે રાખવા જિલ્લા પંચાયત સદસ્ય ભાનુબેન વિક્રમભાઈ શિયાળ દ્વારા રજૂઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *