રાજુલા પોલીસ સ્ટેશન ખાતે હેડ કોન્સ્ટેબલ તરીકે નિષ્ઠાવાન ફરજ બજાવતા ભરતભાઇ મુહાભાઇ વાળા જેઓ છેલ્લા દોઢ વર્ષથી ફરજ બજાવે છે. અને તેઓએ ખુબજ નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. ત્યારે રાજુલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૦૨૩૦૦૦૩/૨૩ આઇ.પી.સી. કલમ-૩૦૨,૫૦૪,૫૦૬(૨), ૩૫૪(ડી) તથા જી.પી.એ કલમ ૧૩૫ તથા પોકસો એક્ટ ૧૨ મુજબનો ગુનો તા. ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ દાખલ થયેલ હતો જે ગુન્હાના આરોપી અંગે ચોકકસ બાતમી મેળવી ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર આરોપી યશ નાગજીભાઈ બાબરીયા ઉ.વ.૨૧ ધંધો મજુરી રહે. જુની માંડરડી તા. રાજુલા જી. અમરેલી વાળાને ગણતરીની કલાકોમા પકડી પાડી સુંદર કામગીરી કરેલ છે. જેને લઈને અમરેલી જીલ્લા એસપી હિમકરસિંહ દ્વારા પ્રશાંતપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. આ તકે પીઆઇ જે.એન પરમાર સહિત પોલીસ સ્ટાફ તેમજ વેપારીઓ, રાજકીય-સામાજીક આગેવાનો દ્વારા અભિનંદન આપવામા આવી રહ્યા છે…..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


