Gujarat

રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ૭૫+ એથ્લેટિક્સમાં  એન. કે. સોમપુરા ત્રણ ત્રણ સુવર્ણ પદક જીતીને તથા ૬૦+ એથ્લેટિક્સમાં સરલા ચોટાઈએ હેમર થ્રો માં ગોલ્ડ મેડલ અને ડિશ થ્રોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો તથા નીલા ચોટાઈએ ૬૦+ માં પાંચ કિલોમીટર ફાસ્ટ વોક,  ૧૦૦ અને ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ  જીતીને ચોટાઈ પરિવારનું ગૌરવ વધાર્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગુજરાત રાજ્ય ખેલમહાકુંભ ૨૦૨૨-૨૩ કે જે તારીખ ૧૦ અને ૧૧ ડિસેમ્બરનાં નડિયાદ ખાતે યોજાયેલ. જેમાં ૭૫+ એથ્લેટિક્સમાં એન. કે સોમપુરાએ જેવેલિયન થ્રો, હેમર થ્રો, અને ડિશ થ્રોમાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો. જ્યારે ૬૦+ એથ્લેટિક્સમાં સરલા ચોટાઈએ હેમર થ્રો માં ગોલ્ડ મેડલ અને ડિશ થ્રોમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. અને ૬૦+ એથ્લેટિક્સમાં નીલા ચોટાઈએ પાંચ કિલોમીટર ફાસ્ટ વોક, ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્તીને ચોટાઈ પરિવારનું નામ રોશન કર્યું છે.
નીલા ચોટાઈ એ તાંતણિયાના પ્રખર ગાંધીવાદી વિચારધારા ધરાવતાં સ્વ. બાલુબાપા ગઢીયાની સુપુત્રી છે અને રાજકોટ સ્થિત ચોટાઈ પરિવારની પુત્રવધૂ પણ છે અને સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના સગા માસી થાય છે.
હવે નીલા ચોટાઈ નેશનલ લેવલે કુરુક્ષેત્ર ખાતેની સ્પર્ધામાં ભાગ લેવા જશે.. આમ ચોટાઈ પરિવારની શાન રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચી છે તેમની આ સિધ્ધિ બદલ રઘુવંશી સમાજના અગ્રણીઓ તથા સગાસંબંધીઓ અને મિત્રવર્તુળ દ્વારા શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.

IMG-20230204-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *