સદર ઝુંબેશ અન્વયે પોલીસ ફરિયાદો દાખલ કરી તેમજ વ્યાજખોરો વિરૂધ્ધ લોકદરબારો યોજી આ દુષણ નાબુદ કરવા છોટાઉદેપુર પોલીસ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. સદર ઝુંબેશને વધુ સફળ બનાવવા જરૂરતમંદ લોકો જેવા કે, નાના ધંધાર્થી, ફેરીયા, રીક્ષા ચાલાક, શાકભાજી વેચનાર લોકોને ધંધા રોજગાર માટે નાણાંની જરૂરીયાત પુરી કરવા બેંકો, લાયસન્સ વાળી શરાફી પેઢી તથા જીલ્લા ઉધોગ કેંન્દ્ર દ્વારા સસ્તા ધીરાણ અપાવવા તથા તેનું માર્ગદર્શન આપવા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
તા.૦૪/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ક.૧૦/૦૦ થી ક.૧૪/૦૦ દરમ્યાન સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે લોન મેળામાં શહેરની તમામ બેંકો, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા સહાયતા સ્ટોલ લગાવી લોન અરજીઓ સ્વિકાર લોન ચેક વિતરણ તથા લોન માટે બેંકીંગ તથા કાનુની માર્ગદર્શન આપવામાં આવશે.આથી આ લોન મેળામાં જરૂરતમંદ લોકો મોટી સંખ્યામાં તેના લાભ લેવા આવે તેવી વિનંતી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
