Gujarat

રાણપુર તાલુકામાં કમોસમી વરસાદમાં થયેલ નુકસાનનું સર્વે કરી વળતર આપવાની માંગ સાથે ભાજપ કીશાન મોરચા દ્રારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ..

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકામાં કમોસમી વરસાદ થતા ખેતીના ઉભા પાક ને ભારે નુકસાન થયુ છે ખેડુતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.ત્યારે રાણપુર તાલુકા ભાજપ કિશાન મોર્ચા દ્રારા રાણપુર તાલુકા મા થયેલ કમોસમી વરસાદ અને તોફાની પવન થી થયેલ પાકોને નુકશાન  બાબતે વહેલીતકે સર્વે કરી વળતર આપી ખેડુતો ને આર્થિક સહાય માટે રાણપુર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમા રાણપુર APMC ના વાઇસ ચેરમેન જેસાભાઈ બાવળીયા, રાણપુર તાલુકા  ભાજપ કિશાન મોર્ચા પ્રમુખ લઘુભાઇ ઘાઘરેટિયા, રાણપુર તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન સુરેન્દ્રસિંહ પરમાર,ખેડુત અગ્રણી અને ગીતાંજલી સ્કુલ ના ચેરમેન વલ્લભભાઈ ધરજીયા,તાલુકા ભાજપ ના મંત્રી ચંદુભાઈ મોરી, દલસુખભાઈ જાંબુકીયા, તરુણભાઈ જોશી, તાલુકા ભાજપ ઉપ પ્રમુખ ધનજીભાઈ પરમાર સહીતના આગેવાનો હાજર રહ્યા હતા…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

IMG-20230324-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *