આગામી તા-૧૪/૧/૨૦૨૩ ના રોજ મકરસંક્રાતિ (ઉતરાયણ) પર્વની ઉજવણી થનાર હોય જે પર્વ નિમતે પતંગ દોરાનો વેપાર ધંધો કરતા વેપારીઓ પોતાના આર્થિક ફાયદા સારૂ ચાઇનીઝ માંઝા(દોરા) તેમજ નાયલોન દોરાના વેપાર ધંધા ઉપરપ્રતિબંધ ફરમાવવામાં આવેલ હોય તેમ છતા ચોરી છુપીથી વેપાર ધંધો કરતા હોય જે સબંધે બોટાદ જીલ્લા કલેટકર દ્વારા તા-૪/૧/૨૦૨૩ થી જાહેરનામું અમલમાં મુકેલ હોય જે જાહેરનામાં ની યોગ્ય અમલવારી થાય તે માટે જીલ્લા પોલીસ અધિક્ષક કે એફ.બળોલીયાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ. એસ.જી.સરવૈયા તથા હેડ કોન્સ. એ.વી.ઝાંપડીયા તથા પો.કોન્સ. મનહરસિંહ શેરભા પરમાર તથા પો.કોન્સ. ગભરૂભાઇ સરૈયા સહીત પોલીસ સ્ટાફનાં માણસો સાથે આજરોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે રાણપુર શહેરમાં બસ સ્ટેશન પાસે મેહુલભાઇ માધુભાઇ મકવાણા ગામ બોડીયા તા.રાણપુર ના કબજામાંથી ગે.કા. સેન્થેટીક માઝા (ચાઇનીઝ) દોરાની કુલ રીલ નંગ ૩ કિ.રૂા. ૧૫૦ ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ઇસમ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ. ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી….


