રામાયણના ઉત્તરકાંડમાં ગરૂડજીએ કાકભુશુંડીજીને સાત પ્રશ્ન પુછ્યા હતા.તે પૈકી ત્રીજો પ્રશ્ન છે કે સૌથી મોટું સુખ કયું? તેનો જવાબ આપતાં કાકભુશુડીજી કહે છે કે સાચી સમજ અને સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.
જીવનમાં સુખ શાંતિ આનંદ અને પ્રેમ ઇચ્છતા હો તો આ પ્રભુ ૫રમાત્મા સાથે સબંધ જોડવો ૫ડશે. જે આત્મા ૫રમાત્માનું જ્ઞાન મેળવી તેની સાથે જોડાઇ ગયા તેમને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મળી જાય છે.પ્રભુ ૫રમાત્માની ભક્તિ સિવાય બીજા કોઇ માર્ગે સુખ મળવું અશક્ય છે.
મનની વૃત્તિઓ સ્થિર કરવાથી જ સુખ પ્રાપ્ત થાય છે.વિષયવસ્તુ સાથે ઇન્દ્રિયોનો સબંધ થયા ૫છી જે થાય તેને સુખ કહેવાય છે.અજ્ઞાની મનુષ્યને સુખની પ્રાપ્તિમાં હર્ષ અને દુઃખમાં દ્વેષ થાય છે એટલે કે તેનો શોક કરે છે ૫ણ જ્ઞાની ભક્તનો સુખ-દુઃખમાં સમભાવ હોવાથી કોઇ૫ણ અવસ્થામાં તેના અંતઃકરણમાં હર્ષ શોક..વગેરે વિકારો આવતા નથી.
સત્સંગના સમાન દુનિયામાં કોઇ સુખ નથી.જો એક ત્રાજવામાં સત્સંગરૂપી વચનામૃત અને બીજા ત્રાજવામાં સંસારના તમામ સાંસારીક શારીરિક સુખ તો ૫ણ સત્સંગનું ત્રાજવું ભારે જ રહે છે.
ઈશ્વરથી વિખુટા પડેલા જીવને સુખ નથી.પરમાત્માથી જે વિમુખ છે તે સંસારમાં રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.જે ઈશ્વરને ભૂલ્યો છે, તે ભૌતિક સુખ ભલે ભોગવે પણ તેને અંદરની શાંતિ મળતી નથી. વૃદ્ધાવસ્થામાં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે.જુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે. મન ભગવાનનું ચિંતન કરતું નથી. વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે. કોઈ સેવા કરતું નથી.વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં સત્સંગ અને ભજન ન કરે તો મન અને જીભ જુવાન બને છે.સારૂં સારૂં ખાવાનું મન થાય છે.
જે સુખ વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે પણ પરિણામમાં તે વિષ (ઝેર) સમાન છે એટલે આ સુખને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે.(૧૮/૩૮)
જો શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને લોકો સાચવી કેમ રાખતા નથી? ઉલટું કહે છે જલ્દી લઇ જાવ નહીતર વજન વધી જશે.પત્ની પણ એના પતિના મૃત શરીરની નજીક જતાં ડરે છે.શરીરમાં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાંથી દુર્ગંધ જ આવે છે છતાં માનવી કહે છે શરીર સુંદર છે, શરીર સુખ આપે છે.વિષયો જડ છે.જડ પદાર્થમાં આનંદ કેવી રીતે હોઈ શકે? જડ પદાર્થમાં આનંદ ચૈતન્ય(પ્રભુ)ના સ્પર્શથી ભાસે છે.જીવ જીવને મળે તો સુખ થાય છે પણ મડદાને મળવાથી સુખ થતું નથી. (મડદામાં જીવ નથી)શરીર શરીરને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ?
અતિકામી, અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે. ગમે તેટલી સુખ સંપત્તિ હોય પણ તેને જો નિંદ્રા ન આવે તો તે દુઃખી થાય છે.
બે શરીરના સ્પર્શથી સુખ નથી મળતું પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે એક થાય છે એટલે સુખ જેવું લાગે છે.જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે તો અનેક પ્રાણો જેમાં મળેલા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય !
શરીરમાં દસ ઇન્દ્રિયો છે અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે જેમ કે જીભનો વિષય એ રસ છે.આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે એટલે મન તેમાં ફસાય છે.મન હવે તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે. વિષયો જયારે મનમાં પ્રવેશે છે એટલે અહંતા-મમતા આવે છે. મન જયારે માને છે કે આ મારો છે ત્યારે સુખ થાય છે અને પછી મન તેની જોડે મમતા કરે છે અને મનુષ્યને માર ખવડાવે છે.
સુખ વ્યક્તિના અહંકારની અને દુઃખ વ્યક્તિની ધીરજની પરીક્ષા લે છે આ બંન્ને પરીક્ષામાં પાસ થનાર વ્યક્તિનું જીવન સફળ કહેવાય છે.
શરીરનું સુખ એ આપણું સુખ નથી.આત્માથી શરીર જુદું છે. શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને જોતાં બીક લાગે છે.આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી છતાં વિવેક રહેતો નથી. શરીરની ચામડી ઉખડી જાય તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ,તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ દાદર(ચામડીનો એક રોગ)ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો ત્યારે સુખ જેવું લાગે છે પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.
જો શરીરમાં આનંદ હોય તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી તેને લોકો સાચવી કેમ રાખતા નથી? ઉલટું કહે છે જલ્દી લઇ જાવ નહીતર વજન વધી જશે.પત્ની પણ એના પતિના મૃત શરીરની નજીક જતાં ડરે છે.શરીરમાં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાંથી દુર્ગંધ જ આવે છે છતાં માનવી કહે છે શરીર સુંદર છે, શરીર સુખ આપે છે.
વિષયો જડ છે.જડ પદાર્થમાં આનંદ કેવી રીતે હોઈ શકે? જડ પદાર્થમાં આનંદ ચૈતન્ય(પ્રભુ)ના સ્પર્શથી ભાસે છે.જીવ જીવને મળે તો સુખ થાય છે પણ મડદાને મળવાથી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)શરીર શરીરને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ?
બે શરીરના સ્પર્શથી સુખ નથી મળતું પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે એક થાય છે એટલે સુખ જેવું લાગે છે.જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે તો અનેક પ્રાણો જેમાં મળેલા છે તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય !
આ જીવ અનેક વાર સ્ત્રી,પુરુષ,પશુ ,પક્ષી, બન્યો છે. હજારો જન્મથી પ્રભુથી વિખુટો પડેલો આ જીવ લૌકિક સુખ ભોગવે છે,છતાં તેને તૃપ્તિ નથી થઇ.ભોગથી તૃપ્તિ થતી નથી,તૃપ્તિ ત્યાગથી થાય છે. સંસાર એ દુઃખનો દરિયો છે,પ્રત્યેક જીવ દુઃખી છે.પાપનું ફળ દુઃખ અને પુણ્યનું ફળ સુખ છે.
પત્ની પતિને કે પતિ,પત્નીને સુખ આપે એટલે અરસ પરસ પ્રેમ કરે છે.પણ સુખ મળતું બંધ થઇ જાય કે તરત જ પતિ હોય કે પત્ની હોય બંને એ જ વિચારે છે કે આનું કંઈક થઇ જાય તો સારૂં.. ‘સુર નર મુનિ સબકી યહ રીતિ-સ્વાર્થ લાગી સબ હી કર પ્રીતિ’
માનવી દુઃખ માગતો નથી પણ દુઃખ આવીને ઉભું રહે છે. કોઈ એવી માનતા રાખતો નથી કે મને તાવ આવે તો હું સત્યનારાયણની કથા કરાવીશ તેમ છતાં તાવ તો આવે જ છે. વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે દુઃખ આવે છે તેમ વગર પ્રયત્ને પ્રારબ્ધ પ્રમાણે સુખ પણ આવે છે.પ્રારબ્ધ એ પૂર્વ જન્મના કર્મનું ફળ છે માટે સુખ-દુઃખ માટે પ્રયત્ન ના કરો.પ્રયત્ન પ્રભુને મેળવવા માટે કરો.
બ્રહ્મજ્ઞાની સંત મહાપુરૂષોનો સંગ કરી તેમના ઉત્તમ ગુણોનું અનુકરણ-અનુસરણ કરવું.સંતમિલન જેવું અન્ય કોઇ સુખ નથી.નિંદનીય વંદનીય ત્યારે જ બની શકે કે જ્યારે પ્રામાણિકતાથી પોતાની ભૂલો,પાપોનું સંત સમક્ષ પ્રસારણ કરે.પૈસાથી બધુ ખરીદી શકાય છે પરંતુ પ્રેમ નમ્રતા સહનશીલતા ખરીદી શકાતી નથી તે તો સંત મહાત્માઓના સાનિધ્યથી જ પ્રાપ્ત થાય છે.
સુમિત્રાબેન દાદુભાઇ નિરંકારી
છક્કડીયા(ધાણીત્રા),તા.ગોધરા(પંચમહાલ)