Gujarat

રાષ્ટ્રીય પર્વની ગરિમામય અને સુચારુ ઉજવણી માટે કામગીરી સોંપણીનો હુકમ કરતા કલેક્ટર શ્રી રચિત રાજ  

પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી વંથલી તાલુકા મથક ખાતે કરવામાં આવશે. ત્યારે આ રાષ્ટ્રીય પર્વ ગરીમામય અને સુચારૂ રીતે ઉજવણી થાય તે માટે કલેક્ટર શ્રી રચિત રાજે અધિકારીઓને કામગીરીની સોંપણી અને વહેંચણીનો હુકમ કર્યો છે.

    ૨૬ જાન્યુઆરી એટલે ભારતનો પ્રજાસત્તાક દિન, આ શુભ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. તેની સાથે પ્રજાતાંત્રિક અને મૌલિક અધિકારો ભારતની પ્રજાને મળ્યા હતા. ત્યારે આ રાષ્ટ્રીય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

     આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવાની સાથે પરેડ, સાંસ્કૃતિક સહિતના રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, જેને અનુલક્ષીને કલેકટર શ્રી રચિત રાજે પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓ માટે જરૂરી આ હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *