Gujarat

રૂ.૨.૫૦ લાખના ખર્ચે બેડ અને આનુસંગિક વ્યવસ્થાથી દર્દીઓની સુવિધામાં થશે વધારો

 મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સુવિધા માટે રૂ. ૨.૫૦ લાખના ખર્ચે મલ્ટીપરપઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાથે આ બેડ તેની આનુસંગિક વ્યસ્થાઓ પણ કરવામાં આવશે.

    મેંદરડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૂજા પ્રિયદર્શની કહે છે કે, મલ્ટીપરપઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ દર્દીઓની સારવારમાં ખૂબ ઉપયોગી અને કારગર છે. દર્દીઓના જુદા-જુદા રોગની સારવારમાં જુદી-જુદી પોઝિશનમાં રાખવાના થતા હોય છે. જેથી આ બેડથી ડોક્ટર, દર્દી અને દર્દીની કાળજી લેનાર સગા સંબંધીઓને પણ ઘણી અનુકૂળતા કરી આપે છે.

     જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૨-૨૩ની ૧૫ ટકા વિવેકાધીન જિલ્લા વહીવટી તંત્ર જોગવાઈ (કલેકટરશ્રી) હેઠળના અનુદાનમાંથી આ મલ્ટીપર્પઝ મોટરાઈઝડ ડિલિવરી બેડ દાત્રાણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવવા માટે મંજૂર આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *