(શહેરના બાળકો અને વૃદ્ધ આ ઝુંબેશથી હાલ સલામત બની રહેશે)
ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા
ધ્રાંગધ્રા શહેરની મુખ્ય બજારો અને ગલી વિસ્તારોમાં રેઢીયાળ ઢોર તેમજ આખલાનાં ત્રાસની ફરિયાદો ઉઠવા પામી હતી. આ આખલાઓ બેફામ બનીને યુદ્ધએ ચઢે ત્યારે નિર્દોષ બાળકો અને વૃદ્ધને અફફેટે લઇ ઈજાગ્રસ્ત બનાવતા હોય છે તૉ ઘણા કિસ્સામાં વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાખતા હોય છે તયારે પાલિકા પ્રશાસન પણ એક્શન મોડમાં જોવા મળી હતી. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં ફરતા આખલાને પકડવાની કવાયત હાથ ધરાઈ હતી જેમાં શહેરના કુંભારપરા વિસ્તારમાં બેફામ ફરતા આખલાઓને ઝડપીને ડબ્બે પૂરવાની કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી હતી.


