Gujarat

રેલવે ક્રોસિંગ પર બનશે ઓવરબ્રિજ:  બોડેલી રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી, રૂ.33.25 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે

છોટા ઉદેપુરના બોડેલી ખાતે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી રેલવે વિભાગે આપી દેતાં લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને આ ઓવરબ્રિજ બનતાં લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે.
છોટા ઉદેપુર જિલ્લાના આર્થિક પાટનગર બોડેલી ખાતે રેલવે ફાટક આવેલી છે. આ રેલ્વે ફાટક ઉપર દિવસમાં 4 અપ અને 4 ડાઉન થઈને કુલ 8 ટ્રેનની અવર જવર હાલ ચાલે છે, જેને કારણે ટ્રેનના સમયે ફાટક બંધ કરી દેવામાં આવે છે. એક વખત ટ્રેન આવે ત્યારે લગભગ 5 મિનિટ સુધી ફાટક બંધ રહે છે અને ત્યારપછી ટ્રાફીકમાં ધરખમ વધારો જોવા મળે છે. જેના કારણે લોકોનો ખૂબ જ સમય વેડફાઈ રહ્યો છે. આ રીતે દિવસમાં 8 વખત ટ્રેનની અવર જવરના કારણે લોકોનો 40 મિનિટનો ફાટક બંધ રહેવાને કારણે બીજો લગભગ 1 કલાક જેટલો સમય ટ્રાફિકના કારણે વેડફાઈ રહ્યો છે.
ચાર વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફાટક બંધને કારણે ટ્રાફીકમાં અટવાઈ ગયા હતા. જેને લઇને તેઓએ તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા માટે  રકમ પણ ફાળવી હતી  સાંસદ ગીતાબેન રાઠવાની રજૂઆતના પગલે કેન્દ્ર સરકાર દ્વારા બોડેલી ફાટક પર ઓવરબ્રિજ બનાવની મંજૂરી અપાઈ હતી ઓવરબ્રિજ બનવાની મંજૂરી મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *