Gujarat

લગ્નપ્રસંગમાં બે જૂથ વચ્ચે ધિંગાણું:7ને ઈજા

વીરપુર ભૂલેશ્વરનગરમાં સમી સાંજે બનેલી ઘટનાઃ જેતપુરથી લગ્નમાં આવેલ યુવાન ગાળાગાળી કરતો હોય કન્યાના ભાઈએ ગાળો બોલવાની ના પાડતા મામલો બિચક્યો
જેતપુર તાલુકાના જલારામ વિરપુરના ભુલેશ્વરનગરમાં લગ્નપ્રસંગે દારૂ પી ડીસ્કો કરવા બાબતે માથાકૂટ થયા બાદ બે જૂથ વચ્ચે ગાળાગાળી થતાં મામલો બિચક્યો હતો અને સામસામા હુમલા કરતા બન્ને જૂથના સાત વ્યકિતઓને નાની-મોટી ઈજા પહોંચી હતી લગ્ન પ્રસંગે ધિંગાણુ ખેલાતા જાનૈયા અને માંડવિયા પક્ષના લોકોમાં નાસભાગમચી ગઈ હતી.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટ જિલ્લાના વિપુર ભુલેશ્વરનગરમાં રહેતા શીતલબેન અશોકભાઈ મકવાણા (ઉ.વ.૨૦)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જેતપુર રહેતા રોહીત દેવજી સોલંકી, વિકાસ દેવજી સોલંકી, દેવજી કાનજી સોલંકી અને ઈલાબેન દેવજી નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીની કાકાની દીકરી હેતલના ગઈકાલે લગ્ન યોજાયા હોય જેતપુરથી જાન આવી હતી. કાકાની દીકરીના લગ્નપ્રસંગે કાકી લાભુબેનના જેતપુર રહેતા સગા રોહીત દેવજી સોલંકી, વિકાસ દેવજી સોલંકી , દેવજી કાનજી સોલંકી, ઇલાબેન દેવજીભાઈ સોલંકી પણ લગ્ન પ્રસંગમાં આવ્યા હતા
લગ્ન પ્રસંગમાં રોહિત દેવજી સોલંકી નશામાં ગાળા ગાળી કરતો હોય કન્યા પક્ષના લોકોએ ગાળો બોલવાની ના પાડી હતી જે માથાકૂટ થયા બાદ જેતપુર થી લગ્ન પ્રસંગમાં આવેલ સોલંકી લગ્ન પ્રસંગમાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ સાંજે સાડા ચારેક વાગ્યે જેતપુરના રોહીત દેવજી, વિકાસ દેવજી, દેવજી કાનજી અને ઈલાબેન ફરી માંડવે પહોંચ્યા હતા. અને બપોરે થયેલી માથાકૂટનો ખાર રાખી ક્યાના પિતરાઈ ભાઈ સાગર અશોક મક્વાણા (ઉ.વ.૨૩) અને રોહીત રાજુભાઈ મકવાણા પર હુમલો કરતાં લગ્નપ્રસંગે ધમાચકડી મચી ગઇ હતી.
લગ્નનના માંડવે કન્યા પક્ષના પરિવાર અને જેતપુરથી આવેલા પરિવાર વચ્ચે ધોકા-પાઈપ, છરી વડે રાહીત રાજુ મકવાણા, સાગર અશોક મકવાણા, શીતલબેન અશોક મકવાણા, ગીતાબેન રાજુભાઈ મકવાણા, કાજલબેન સાગર મક્વાણા સામાપક્ષેઈલાબેન દેવજી સોલંકી, વિકાસ દેવજી સોલંકી અને દેવજી કાનજી સોલંકીને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને પગલે વિરપુર પોલીસને બન્ને જૂથની ફરિયાદ પરથી સામ સામા ગુના નોંધી હુમલાખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી
લગ્નપ્રસંગે જેતપુરથી આવેલી જાન વખતે માંડવિયા પક્ષના બે જૂથ વચ્ચે માથાકૂટ થયા બાદ સાંજે લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયા બાદ બંને જૂથ વચ્ચે ધીંગાણું ખેલાતા લગ્ન પ્રસંગ નો આનંદ વિસરાઈ ગયો હતો
12 Attachments • Scann

IMG_20230316_185702.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *