Gujarat

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે તથા ગીર સોમનાથ જિલ્લાનાં નાસતા-ફરતા આરોપી – હીસ્ટ્રીશીટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા સમગ્ર ભાવનગર રેન્જમાં બનતા ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાંઓ દ્વારા એ.ટી.એસ.ચાર્ટર મુજબના ગંભીર પ્રકારનાં ગુન્હાઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર હથિયાર ધરાવતા ઇસમોને ત્તાત્કાલીક પકડી પાડી આરોપીઓ અંગે માહિતી મેળવી, આવા ઈસમોને જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમ એ.ટી.એસ.ચાર્ટર લગત લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ઈંગોરાળા-એકલારા રોડ, તરફ જતા રોડ ઉપર એસ્સાર પેટ્રોલપંપ થી આગળ એક ઇસમ ગેરકાયદેસર એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) પોતાના કબ્જામા રાખી ઉભેલ છે. અને તે આજરોજ કોઇ ગુન્હો કરવાની પેરવીમાં હોય, જે અનુસંઘાને બાતમીવાળી જગ્યાને કોર્ડન કરી રેઇડ કરતા એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે હીસ્ટ્રીશીટર અને ગીર સોનાથ જિલ્લાનાં નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડેલ છે.

*પકડાયેલ આરોપી ઃ-*
1️⃣ અલીભાઇ ઉર્ફે અલીયો ઈબ્રાહીમભાઇ લાડક ઉ.વ.૫૩, ધંધો-મજુરી મુળ રહે. જીરા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી હાલ રહે.પાણીકોઠા, તા.તાલાળા, જિલ્લો ગીર સોમનાથ.
   મજકુર પકડાયેલ ઈસમનાં કબ્જામાંથી એક હાથ બનાવટની દેશી જામગરી બંદુક (અગ્નિશસ્ત્ર હથિયાર) સાથે પકડી પાડેલ અને પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી, ગુન્હો દાખલ કરાવી આરોપીને વધુ તપાસ અર્થે લાઠી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ ઃ-*
       મજકુર પકડાયેલ ઈસમ વિરૂધ્ધ ખુનનાં ગુન્હામાં, તથા ગેરકાયદેસર હથિયાર રાખવાના, દેશી દારૂ બનાવવાના તથા ધરફોડ ચોરીનાં તથા આંતર જિલ્લામાં પણ અસંખ્ય ગુન્હાઓ સહિત ડફેર ગેંગ જેવા ગુનાઓ આચરેલ છે.
(૧) ખાંભા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧/૨૦૧૭ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(ર) ખાંભા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૩૮/૨૦૧૭, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૩) ભેંસાણ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૦૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૪) માણાવદર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(પ) ગીરગઢડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૬) વડીયા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૭) ગીર-ગઢડા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૮/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૮) રાજકોટ શહેર આજીડેમ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૯૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯
(૯) રાજકોટ શહેર આજીડેમ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૨૬૪/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯
(૧૦) ડુંગર પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૭૯
(૧૧) મહુવા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૭૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૮૦
(૧૨) ઢસા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૧૩) જુનાગઢ તાલુકા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૦૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૭૯, ૩૮૦
(૧૪) બગસરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦
(૧૫) રાજુલા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૯૯/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦, ૫૧૧
(૧૬) બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૧૧૩/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪
(૧૭) બાબરા પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૧૧૯/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦
(૧૮) ધારી પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૭૪/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૧૯) ભેંસાણ પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં. ૫૬/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૪૨૬, ૪૨૭, ૫૧૧
(ર૦) સાવરકુંડલા ટાઉન પો.સ્‍ટે. ફ.ગુ.ર.નં.૮૧/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૫૧૧, ૧૧૪
(૨૧) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે., ગુ.ર.નં.૦૦૪૧/૨૦૧૯ ઈ.પી.કો.કલમ-૩૭૯, ૩૮૦, ૪૫૪, ૪૫૭
(૨૨) કોડીનાર પો.સ્ટે., ગુ.ર.નં.-૧૦૩/૨૦૨૩, આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ), ૨૫(૧)(બી), ૨૯ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ વિગેરે મુજબના ગુનાઓ રજી.થયેલ છે.
   આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, તથા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી હરેશ વોરા સાહેબનાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.દેસાઇ, તથા ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી. પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ, તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ.નાજભાઇ પોપટ, યુવરાજસિંહ સરવૈયા, સંજયભાઇ પરમાર તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી, ગોબરભાઇ લાપા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230401-WA0053.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *