Gujarat

લાસૅન એન્ડ ટુબ્રો કંપની હજીરા અને ભારત કેર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમંગ એક્ટિવિટી સેન્ટર નો વાર્ષિક એન્યુઅલ ડે ધનશેર ગામ મુકામે યોજવામાં આવ્યો.

લાસૅન એન્ડ ટુબ્રો કંપની હજીરા અને ભારત કેર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ઉમંગ એક્ટિવિટી સેન્ટર નો વાર્ષિક એન્યુઅલ ડે ધનશેર ગામ મુકામે યોજવામાં આવ્યો. જેમાં શાળાના અભ્યાસક્રમ ની બહાર હોય તેવી જીવન કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લઈ અને કેટલીક પ્રાવીણ્ય પ્રાપ્ત કરીને બાળકોને તેમના કૌશલ્યો વ્યક્તિત્વ વિકસાવવા સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ વધારવાની તક પૂરી પાડવા માટે પ્રવૃત્તિ આધારિત આ લર્નિંગ પ્રોગ્રામ ઓલપાડ તાલુકાની પાંચ શાળાઓમાં કાર્યરત છે જે ઉમંગ એક્ટિવિટી સેન્ટર તરીકે ઓળખાય છે .આ પાંચ શાળાઓમાં ધનશેર પ્રાથમિક શાળા, તેનાની રાંગ પ્રાથમિક શાળા, અંભેટા પ્રાથમિક શાળા લવાછા પ્રાથમિક શાળા અને સોદા મીઠા હળપતિ આશ્રમ પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ ધનશેર ગામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને પાંચેય શાળાનો સામૂહિક એન્યુઅલ ફંક્શન ઉજવવામાં આવ્યો હતો. જેના મુખ્ય મહેમાન તરીકે l&t કંપનીના head HR , OE, HE L&T હજીરા ના મનિષ ગૌર સાહેબ અને L&T હજીરા ના CSR ડિપાર્ટમેન્ટ ના DGM અલ્પા પટેલ. તથા ઓલપાડના માજી ધારાસભ્ય શ્રી ધનસુખભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી જયેશભાઈ પટેલ, શૈ. મહાસંઘ સુરત જિલ્લાના મહામંત્રી શ્રી નીલેશભાઈ પંડ્યા, ઓલપાડ તાલુકાના Brc કોઑડીનેટર શ્રી બ્રીજેશભાઈ પટેલ, crc કોઑડીનેટર શ્રી પરેશભાઈ પટેલ, ધનશેર ગામના સરપંચ મમતા પટેલ તથા ઉપરોક્ત અન્ય ગામના સરપંચશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા .આ કાર્યક્રમમાં સૌ પ્રથમ મનીષ ગૌર સાહેબ દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો .અને ત્યારબાદ આ પાંચેય શાળાઓ ની વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે આર્ટ એન્ડ ક્રાફટ , લાઇબ્રેરી રીડિંગ એજ્યુકેશનલ ગેમ શો જે માઈન્ડને ડેવલોપ કરે અને લાઈફ સ્કીલ અંતર્ગત પણ વર્ગો આ એક્ટિવિટી સેન્ટર દ્વારા ચલાવવામાં આવે છે. આમ આ ઉમંગ એક્ટિવિટી સેન્ટર દ્વારા આ ઉપરોક્ત જુદી જુદી પ્રવૃત્તિઓ આ પાંચેય શાળાના બાળકો દ્વારા કરાવવામાં આવે છે .અને આજના આ એન્યુઅલ કાર્યક્રમમાં પાંચેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટ માંથી બેસ્ટ અને આર્ટ એન્ડ ક્રાફ્ટ દ્વારા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા નમૂનાઓનું પ્રદર્શન પણ સ્ટોલ ઉપર રાખવામાં આવ્યું હતું .જેનું મનીષ ગૌર સાહેબે નિરીક્ષણ કર્યું અને ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારી અને સૌ પ્રથમ મહેમાનોને પુષ્પો દ્વારા સન્માનવામાં આવ્યા અને ત્યારબાદ પ્રાસંગિક ઉદબોધન તરીકે L&T હજીરા ના માનસી દેસાઈ પ્રવચન કર્યું. અને સમગ્ર કાર્યક્રમનો ચિતાર અલ્પા પટેલે આપ્યો કે જેમાં પાંચ શાળાઓમાં ઉમંગ એક્ટિવિટી સેન્ટર દ્વારા કઈ રીતે અને કેવી રીતે પ્રવૃત્તિઓ બાળકો દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ આ પાચેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અને એના વાલીઓ દ્વારા આ ઉમંગ એક્ટિવિટી સેન્ટરને લઈ અને બાળકોમાં શું પરિવર્તન આવ્યું છે એના ફીડબેક આપવામાં આવ્યા અને ત્યારબાદ આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા મનીષ ગૌર સાહેબે બાળકોને આશીર્વચન પાઠવ્યા .
આમ પ્રથમ સેશન બાદ સૌ મુખ્ય મહેમાનો અને વિદ્યાર્થીઓ અલ્પાહાર માટે છૂટા પડ્યા . ઉપસ્થિત સૌને ભરપેટ ભોજન પીરસવામાં આવ્યું. અને ત્યારબાદ બપોરે બે કલાક બાદ કાર્યક્રમનું બીજું સેશન શરૂ કરવામાં આવ્યું જેમાં વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન લાઈફ સ્કીલ અંતર્ગત ડ્રામા તથા લાઈફ સ્કીલ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા જે આ પાચેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા. અને તેમાં જે પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો એવા શાળાના વિદ્યાર્થીઓને નિર્ણાયકો દ્વારા નિર્ણય આપી અને તેમને ખાસ ઇનામો આપવામાં આવ્યા. અને આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ આ ઉમંગ એક્ટિવિટી સેન્ટર દ્વારા આપવામાં આવ્યા કાર્યક્રમનું સમગ્ર સંચાલન ભારત કેર ના જીલ શાહ તરફથી કરવામાં આવ્યું. નિર્ણાયક તરીકેની સેવા ડો. સ્મિતા ઘોષ તથા ફાલગુનીબેન પટેલે આપી હતી. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે માનસી દેસાઈ તથા ઉમંગ એક્ટિવિટી સેન્ટર ના પ્રોજેક્ટ મેનેજર આશિત પટેલે ખૂબ જેહમત ઉઠાવી હતી .જેના થકી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો.

IMG-20230313-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *