Gujarat

લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રકમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી

સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર રાત્રે ટ્રકમાં આગ ભભૂકી ઉઠી હતી. જેને લઈ દોડધામ મચી હતી. લીંબડીના રળોલ ગામના પાટિયા પાસે રૂની ગાંસડી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફડા-તફડી મચી હતી. આ આગની ભયાવહ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર રાત્રે ટ્રકમાં આગ લાગતાં દોડધામ મચી હતી. જેમાં ટ્રકમાં ભરેલી લાખોની કિંમતની ગાંસડીઓ પળવારમાં આગમાં બળીને ખાખ થતાં મોટા પાયે નુકસાન થયુ હતું. આ ગોઝારી ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લીંબડીના રળોલ ગામના પાટિયા પાસે રૂની ગાંસડી ભરેલી ટ્રકમાં અચાનક આગ લાગતાં અફડા તફડી મચી હતી. આ આગની ભયાવહ ઘટનામાં ટ્રક ચાલક અને ક્લિનરનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી. આ બનાવમાં ફાયર ફાયટર ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ ટ્રક સંપૂર્ણ બળીને ખાખ થઇ ગયો હતો.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *