લીલીયા મોટા ખાતે શ્રી રામ નવમીની રામ સેવા સમિતિ અને ગોપાલ ગૌશાળા તેમજ સમગ્ર હિન્દુ સમાજ દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં રામજી મંદિર ખાતે બપોરના 12 કલાકે ધામધૂમ પૂર્વક શ્રીરામ લ્લાનો જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો લીલીયામોટા ખાતે શ્રીરામ સેવા સમિતિ અને ગોપાલ ગૌશાળા તેમજ સમગ્ર હિન્દુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા ધામ પૂર્વક અખંડ બ્રહ્માંડના શ્રી રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે વહેલી સવારથી રામજી મંદિર ખાતે ભાવિકોની ભીડ રહી હતી બપોરના 12 ના ટકોરે ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવવામાં આવેલ આ તકે પ્રસાદ તેમજ અગ્રાવત પરિવાર દ્વારા શરબતની વ્યવસ્થા કરવામાં આવેલ બપોર બાદ રામજી મંદિર ખાતેથી ભવ્યાતી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ જેમાં મેઈન બજાર નાવલી બજાર કિકાની પ્લોટ અમરેલી માર્ગ સહિતના વિસ્તારમાં શોભાયાત્રા ફરી હતી શોભાયાત્રા દરમ્યાન ભાવિકો ડીજેના તાલે ઝુમ્યા હતા અને શ્રીરામ જય શ્રી રામના નારા ગગન ભેદી નારા ઓ લગાવ્યા હતા આ તકે મુસ્લિમ સમાજ અગ્રાવત પરિવાર અમર ગ્રુપ સહિતની સંસ્થાઓ દ્વારા લચ્છી શરબત ના ઠંડા ની સુંદર વ્યવસ્થા કરી હતી શોભાયાત્રામાં આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સહિતના રાજકીય સામાજિક સંસ્થા અને વિવિધ સમાજના લોકો જોડાયા હતા
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


