Gujarat

લીલીયા તાલુકાના અંટાળીયા મુકામે નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલીની ચતુર્થ સાધારણ સભા યોજાઈ

આ તકે સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદ અને મંડળીના ચેરમેન શ્રી નારણભાઈ કાછડીયાએ મંડળીની પ્રગતિ અંગે જાણકારી આપી હતી.

……………………
આજરોજ અમરેલી જીલ્લાના અંટાળીયા સ્થિત અંટાળેશ્વર મંદિરના આંગણે પૂ.શ્રી ભક્તિરામબાપુ અને પૂ. શ્રી લવજીબાપુની વિશેષ ઉપસ્થિતિમાં અને નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને “શ્રી સમૃદ્ધિ નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમરેલી” ની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી.
આ તકે મંડળીના ચેરમેન અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ ઉપસ્થિત મહાનુભાવો અને સભાસદોને મંડળીની પ્રગતિ અંગે જાણકારી આપેલ હતી સાથો સાથે મંડળીના મંત્રી શ્રી વિશાલભાઈ સરધારાએ મંડળીનો અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરેલ હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મંડળીના કાર્યોને બિરદાવી મંડળીની પ્રગતિ અને વિકાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે ધારાસભ્યો શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જે.વી.કાકડિયા, શ્રી જનકભાઈ તળાવીયા, શ્રી શિવાભાઈ ગોહિલ, જીલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી પીઠાભાઈ નકુમ, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી દિનેશભાઈ પોપટ, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલીયા, એન.સી.યુ.આઈ. ડિરેક્ટર શ્રી ભાવનાબેન ગોંડલિયા, જીલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી જયંતીભાઈ પાનસુરિયા, પ્રદેશ બક્ષીપંચ મોરચા મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા, શ્રી રામભાઈ સાનેપરા, શ્રી મગનભાઈ કાનાણી, શ્રી મધુબેન જોશી, જીલ્લા પંચાયત ચેરમેનો શ્રી નીતિનભાઈ રાઠોડ, શ્રી જીતુભાઈ ડેર, શ્રી પુનાભાઈ ગજેરા, શ્રી વિપુલભાઈ દુધાત, શ્રી મુકેશભાઈ બગડા, મહુવા માર્કેટિંગયાર્ડ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પટેલ, સહકરી મંડળીઓના ચેરમેન શ્રી હરજીભાઈ નારોલા, શ્રી અનીલભાઈ વેકરીયા, શ્રી ગોરધનભાઈ ગેડિયા, જીલ્લા પત્રકાર એકતા સંઘના પ્રમુખ શ્રી સુરેશભાઈ દેસાઈ, શ્રી વિઠ્ઠલભાઈ માદલિયા, શ્રી મનુભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ કાથરોટિયા, શ્રી કાંતિભાઈ વઘાસીયા, શ્રી દેવચંદભાઈ કપોપરા, શ્રી વજુભાઈ ગોલ સહીત જીલ્લાના હોદ્દેદારો, જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખો તેમજ સભ્યો, નગરપાલિકા પ્રમુખો તેમજ સભ્યો, તાલુકા શહેર ભાજપના પદાધિકારીઓ, સેલ-મોરચાના હોદ્દેદારો, ડોકટર્સ, વકીલો, જીનીંગ અને સ્પીનીંગના અગ્રણીઓ, વેપારીઓ, સરપંચો, પત્રકારો, મંડળીના ડિરેક્ટરો, સભાસદ ભાઈઓ બેહનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230604-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *