Gujarat

લીલીયા મોટા ઉભરાતી ગટર મુદ્દે DDO દિનેશ ગુરવ સાહેબે સ્થળ મુલાકાત કરી

લીલીયા મોટા ખાતે ઉભરાતી ગટર ની સમસ્યા માથાના દુખાવા સમાન હોય ત્યારે આ વિસ્તાર માંથી ચૂંટાયેલા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા અધિકારીઓ સાથે લીલીયા ના ગટર પ્રશ્ન મુલાકાતો કરવામાં આવતા આજરોજ લીલીયા મોટા ખાતે મોટા જેટિંગ મશીન દ્વારા નાવલી બજારની ગટર સફાઈ કરવામાં આવતા આ બાબતે અમરેલી DDO દિનેશ ગૂરવ દ્વારા લીલીયા ગટર સફાઈ અભિયાનની સ્થળ મુલાકાત કરેલ અને યોગ્ય કરવાની ખાતરી આપેલ આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ભીખાભાઈ ધોરાજીયા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઇ ડાભી મહામંત્રી ગૌતમભાઈ વિછીયા કેપ્ટન ધામત ઘનશ્યામભાઈ મેઘાણી આનંદ ધાનાણી લીલીયા સરપંચ જીવનભાઈ વોરા એ ટી ડી ઓ કિશોરભાઈ આચાર્ય સહિતના લોકો ઉપસ્થિત રહેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230314-WA0094.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *