Gujarat

લીલીયા મોટા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

લીલીયા તા.૨૪/૦૩/૨૦૨૩ નાં રોજ તાલુકા હેલ્થ કચેરી તથા ટી.બી.યુનિટ લીલીયા દ્રારા પ્રાથમિક કન્યા શાળાની વિદ્યાર્થીઓ દ્રારા લીલીયા ગામના મુખ્ય માર્ગ ઉપર જન જાગૃતિ માટે વિશાલ રેલી કાઢવામાં આવી. રેલીને ગ્રામ જનો દ્રારા ખુબજ જન સમર્થન મળેલ છે.
ત્યારબાદ બી.આર.સી. ભવન લીલીયા ખાતે મિટિંગનું આયોજન કરવા માં આવ્યું જેમાં હાસ્ય નાટિકા, ઓડીઓ ,વિડીયો-શો નું આયોજન કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ.એ.સીધ્ધપુરા,તાલુકા સુપરવાઇઝર શ્રી એમ.એસ.માધડ,એસ.ટી.એસ સંજયભાઈ રાજપરા,ભરત વિંઝુડા,  આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસરશ્રી,તથા ટીમ સ્કુલ નાં આચાર્ય ભૂમિકાબેન ત્રિવેદી તથા શિક્ષકગણ,આશા બહેનો હાજર રહ્યા હતા. ડો.એમ.એ.સીધ્ધપુરા એ ટી.બી.રોગ વિષે માહિતી તથા સમજણ આપવામાં આવેલ સંજયભાઈ  રાજપરા દ્રારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમને સફળ બનાવવા ભરત વિંઝુડા  અને મિલનભાઈ પંડ્યા દ્વારા જહેમત ઉઠાવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230324-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *