Gujarat

લીલીયા મોટા ખાતે વેલનાથ તિથિ ની ભવ્ય ઉજવણી કરવા માં આવશે

ઈમરાન પઠાણ
લીલીયા મોટા
લીલીયા મોટા ખાતે ગીરનારી સંતશ્રી કૃપાથી જણાવતા હર્ષ અનુભવિએ છીએકે, સંત શિરોમણી પુજય શ્રી વેલનાથ બાપુની તિથિ લીલીયા મોટા ગામના આંગણે દર વર્ષે ઉજવતા આવીએ છીએ તે પ્રમાણે આ વર્ષ સં.૨૦૭૯ના ચૈત્ર સુદ પુનમ ગુરૂવાર તા. ૬/૪/૨૦૨૩ ના રોજ પુજય વેલનાથ બાપુની તિથિ ઉજવવાનું નકકી કરેલ છે સાથે વર્તમાન સમયમાં બીજા સમાજની સાથે કદમ મીલાવવા કોળી સમાજમાં શિક્ષણ કેમ વધે કન્યા કેળવણી અંધ શ્રધ્ધા દુર થાય વ્યસન મુકિત કુરિવાજો આપસ આપસ માં ભાઇ ચારો વધે અને જ્ઞાતિ સંગઠન વધે તે માટે આ તિથિનું આયોજન કરેલ છે, આ પ્રસંગને દિપાવવા આ અમુલ્ય અવસર આપણા સૌ કોઇનો ગણી સમાજમાં ખંભે ખંભો મીલાવી એક સહકાર થી આ પ્રસંગને દિપાવવા સમાજ ના દરેક જ્ઞાતિ ભાઇઓ-બહેનોને લીલીયા મોટા ના આંગણે પધારવા લીલીયા તાલુકાના સર્વે જ્ઞાતિ બંધુઓને બાપાની પ્રસાદી લેવા સુ.કોળી સમાજ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ આપવા માં આવી રહ્યું છે જે સ્વીકારવા સુવાળીયા કોળી સમાજ દ્વારા  ખાસ નમ્ર વિનંતી કરવા માં આવી રહી છે જેમાં શોભા યાત્રા
ચૈત્ર સુદ પુનમ તા. ૬/૪/૨૦૨૩ ને ગુરૂવાર બપોરે ૨-૦૦ કલાકે જુના કોળીવાડામાં ખોડીયાર મંદિરે થી શરૂ થઇ શહેરના મુખ્યમાર્ગથી પ્રસાર થઈ જ્ઞાતિની વાડીની જગ્યાએ પીપળવા રોડ ધર્મસભાના રૂપમાં પુર્ણ થશે જેમાં સંપૂર્ણ આયોજન લીલીયા
સમગ્ર ચુવાળીયા કોળી સમાજ જય વેલનાથ યુવા ગ્રુપ લીલીયામોટા દ્વારા કરવા માં આવી રહ્યું છે
જેમાં કાર્યક્રમ નું સ્થળ
વેલનાથ બાપાના મંદિરે ચુવાળીયા કોળી સમાજની જગ્યા પીપળવા રોડ, લીલીયા મોટા. જી. અમરેલી
અને મહા પ્રસાદ નું આયોજન
તા. ૬/૪/૨૦૨૩ને ગુરૂવાર સાંજે ૬:૦૦ કલાકે રાખવા માં આવેલ છે જેમાં તમામ સમાજ ના લોકો એ પધારવા સુવાળીયા કોળી સમાજ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે

IMG-20230401-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *