Gujarat

લીલીયા મોટા ખાતે વેલનાથ બાપુની તિથિ ધામધૂમ પૂર્વક ઉજવાય

લીલીયા મોટા ખાતે ગિરનારી સંત શ્રી વેલનાથ બાપુ ની તિથિ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ જેમાં કોળી વાડા માંથી ખોડીયાર માતાજીના મંદિરથી વેલનાથ બાપુ ની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળેલ અને સમગ્ર શહેરના મુખ્ય માર્ગો પર શોભા યાત્રા ફરેલ ત્યારે ભક્તો દ્વારા જય વેલનાથ ના નાદ સાથે ડીજેના તાલ પર અને શહેરની બજારો જય વેલનાથથી ગુંજી ઉઠેલ આતકે વિસ્તારના પ્રજા પ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ જોડાયેલ હોય ત્યારે ભક્તો દ્વારા અને ઉત્સાહ જોવા મળેલ ક્યારે દરેક સમાજમાં મહિલાઓ જાગૃત થઈ રહી છે તો કોળી સમાજની મહિલાઓ પણ સત્સંગ કરી 42,000 જેવી માતબર રકમ એકઠી કરી વેલનાથ બાપુના મંદિરને અર્પણ કરેલ હોય ત્યારે તમામ બહેનોને શુભેચ્છા પાઠવવામાં આવેલ આ તકે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત સરપંચ જીવનભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખ ભનુંભાઈ ડાભી ઇફકોના ડિરેક્ટર ભાવેશભાઈ રાદડિયા સમાજના આગેવાન વલ્લભભાઈ ઝિંઝુવાડીયા હિંમતભાઈ બાલાભાઈ મેઘાણી કાંતિભાઈ ડુંગરિયા હસમુખભાઈ ખેરાળા વિજયભાઈ બામભણીયા આર બી ભાલાળા તુષાર ધોરાજીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ સમગ્ર સન્માન કાર્યક્રમનું સંચાલન કમલેશ બાપુ અગ્રાવત દ્વારા કરવામાં આવેલ તેમજ સાંજના સમયે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા વેલનાથ યુવા ગ્રુપ તેમજ સમસ્ત સુવાળિયા કોળી સમાજ દ્વારા જહેમત ઉઠાવવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230406-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *