લીલીયા મોટા શ્રી બાલકૃષ્ણ હવેલી ખાતે આનંદ મંગલ ઉત્સવ સેવા સમિતિ દ્વારા અખંડ ભુમંડલાચાર્ય જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય જી શ્રી મહાપ્રભુજી નો 546 માં પ્રાગટ્ય દિન ની ઉજવણી કરવામાં આવેલ આ પ્રસંગે સવારના 10:00 કલાકે નંદ મહોત્સવ બપોર બાદ ત્રણ કલાકે મહાપ્રભુજી ની ભજન કીર્તન સાથે વરણાગી સાંજના 6 કલાકે પટેલ વાડી ખાતે મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ સમગ્ર આયોજન આનંદ મંગલ ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરવા માં આવેલ આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના લોકો ઉપસ્થિત રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


