Gujarat

લીલીયા મોટા ખાતે સશક્ત અને સુપોષીત કિશોરી અભિયાન અંતર્ગત મેળા નું આયોજન કરાયું

આજરોજ તા.4/1/23 ના રોજ લીલીયા મોટા ના બીઆરસી ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આઈ સી ડી એસ વિભાગ દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત કિશોરી મેળાનું આયોજન કરવામાં આવે તેમાં વિવિધ ખાતા ના અધિકારીઓ કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ જેમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા ભીખાભાઈ ધોરાજીયા ભનુભાઈ ડાભી બહાદુરભાઈ બેરા દ્વારા કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમ ને પ્રોત્સાહન આપેલ ખાસ આઈસીડીએસ ના વડા પોગ્રામ અધિકારી શ્રી ડોક્ટર સિંઘ સાહેબે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપેલ આ મેળામાં વિવિધ ગામની કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરેલ જેમાં ICDS લીલીયાના શ્રીમતી શ્રદ્ધાબેન શુકલ પૂર્ણા યોજના આરોગ્ય વિશે ડોક્ટર સિધ્ધપુરા સાહેબ બાળ સુરક્ષા કાયદા અંગે વિશાલભાઈ જોશી મહિલા અને બાળ વિભાગમાંથી વિજયભાઈ કણજારીયા કૃષિ  વિભાગ માંથી દીપકભાઈ માલવીયા વિવિધ લક્ષી કેન્દ્ર માંથી જયેશ ભાઈ જોશી પોસ્ટ વિભાગ માંથી દાખડા સાહેબ શિક્ષણ વિભાગમાંથી અભિષેક ઠાકર પોલીસ અને કાયદા વિભાગમાંથી અનિતાબેન દેસાઈ આરતીબેન સાવજ તેમજ શ્રેષ્ઠ કિશોરીનો એવોર્ડ મેળવનાર નાની વયના તાલુકા પંચાયત ના સદસ્યા શ્વેતા બેન હેલૈયા પૂર્ણા યોજના વિશે ડિમ્પલબેન ઓઝા તેમજ પ્રભાબેન દ્વારા આવેલ મહેમાનો ને અને કિશોરી ઓને માહિતગાર કરેલ આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિભાગના સ્ટોલ ઊભા કરી કિશોરીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે IEC સાહિત્ય આપી જાણકારી પણ આપવામાં આવેલ કાર્યક્રમનું સમગ્ર સંચાલન પી એમ રાકેશિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230104-WA0097.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *