લીલીયા મોટાની સિવિલ હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલના ગેટથી લઈને પીએમ રૂમ સુધીના સી સી રોડનું ખાતમુરત કરતા લીલીયા સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર તોમર સાહેબ આ રોડ અંદાજિત ચાર લાખનો બનવા જઈ રહ્યો છે સિવિલ હોસ્પિટલના પી એમ રૂમ તરફ જવા માટે ચોમાસા દરમિયાન ડેથ બોડીને હાથે ઊંચકીને લઈ જવાતી હતી અને અનેક તકલીફો પડતી હતી ત્યારે આ બાબત ની જાણ લીલીયા ના સરપંચ જીવનભાઈ વોરા ને ધ્યાને આવતા તાત્કાલિક ગ્રાન્ટ મંજૂર કરીને રોડનું ખાતમુર્હત કરવામાં આવ્યું. આ તકે DHO ડો.સિદ્ધપુરા સાહેબ ડો. પ્રકાશ સાહેબ ડો.હિરેન ચત્રોલા ડો.નીચિત ચત્રોલા મેરામભાઇ ખારા વાળા ગ્રામ પંચાયત સદસ્યો તથા સિવિલ હોસ્પિટલ સ્ટાફ હાજર રહેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


