Gujarat

લીલીયા મોટાની પે સેન્ટર કન્યા શાળામાં બાળકીને આખું મેદાન વાળવા કરાય છે મજબૂર

લીલીયા મોટાની પે સેન્ટર કન્યા શાળામાં નાની નાની વિદ્યાર્થીનીઓ કેળવણીના નામે શોષણ કરવામાં આવે છે બાળકીને આખું ગ્રાઉન્ડ વાળવા મજબૂર કરવામાં આવે છે દરરોજ નાની નાની બાળકીઓ પાસે સફાઈ કરાવ વામાં આવે છે દયા વિહોણા શિક્ષક બાળકીની ઉંમર પણ જોતા નથી અને કામ કરાવ્યા કરે છે આ બાબતે આ પહેલા બે ચાર વાર ટપારવા માં આવ્યા હતા પરંતુ જાણે દયા મરી પરવારી હોય તેમ કોઈ સુધારો જોવા મળતો નથી જો કોઈ દ્વારા કહેવામાં આવે કે આટલી નાની બાળકી પાસે આવા ગજા વગરના કામ ના કરવો તો શાળા સંચાલકો તેમને સમજાવી દે છે કે તે પણ એક કેળવણીનો ભાગ છે આમ કેળવણીના નામે બાળકી પાસેથી મેદાન વળાવવીને તેની નું શોષણ કરવામાં આવતું હોય તેવું જણાય છે આ મામલે  સવાલો ઉઠી રહ્યા છે કે શું બીઆરસી ના અધિકારીઓને ખ્યાલ નહિ હોય કે આ શું ચાલે છે કે તેઓ પણ આંખ બંધ કરીને બેસી ગયા છે શાળામાં ક્યારેય કોઈ શિક્ષક ને સાવણી લઈને વાળતા જોવામાં આવતા નથી તો શું તેને કેળવણી ના પાઠ નહીં ભણાવ્યા હોય કેળવણીના નામે નાની નાની બાળા નું શોષણ શા માટે નવાઈ તો એ વાતની છે કે શાળામાં સફાઈ માટે એક બહેન રાખેલા છે અને તેને પગાર પણ સારો નોંધાય છે તેમ છતાં જ્યારે પૂછવામાં આવે કે સફાઈ માટે બહેન જે પગારથી રાખેલા છે તે કેમ નથી હાજર તો જવાબ મળે છે કે બેન ને મજા નથી એટલે આવ્યા નથી આમ કાયમી મજા નથી નું બહાનું રજૂ કરીને બાળકી નાની નાની બાળકી પાસે કામ કરાવવામાં કોને મજા આવે છે તેવી ટીકા થઈ રહી છે આ શાળામાં જે અભ્યાસક્રમ ચાલુ  હોય તે માત્ર અડધો જ ચલાવાયો છે આ શાળામાં ધોરણ છ માં ભણતી એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે ગણિતના શિક્ષક અડધા જ પ્રકરણ સમજાવી શક્યા છે અને અડધા છોડી દીધા છે કેમકે સમયનો અભાવ છે આમ અભ્યાસક્રમ પૂરો ભણાવવામાં આવતો નથી ને સાવણી થી બાળાઓ પાસે વાળવાનું કામ કરાવવા વાળાને કેળવણી નું સોહામણું  નામ આપી દેવામાં આવે છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230417-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *