Gujarat

લોકાર્પણ કાર્યક્રમમાં મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બેરા તથા શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિત રહેશે

તા.12 માર્ચ રવિવારના રોજ શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે મંત્રી શ્રી રાઘવજીભાઈ
પટેલ, શ્રી મુળુભાઈ બેરા તથા શ્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતમાં એસ.ટી. વિભાગની 151 નવીન બસોનો
લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે.
જે અન્વયે રાજ્યના 16 જિલ્લાઓને 70 લકઝરી બસ, 30 સ્લીપર બસ તેમજ 51 મીડી બસની સુવિધા મળશે
જેમાં અમદાવાદ વિભાગને 9, અમરેલી વિભાગને 6, ભુજ વિભાગને 5, વલસાડ વિભાગને 7, ભરૂચ વિભાગને 5,
બરોડા વિભાગને 8, ભાવનગર વિભાગને 5, ગોધરા વિભાગને 10, હિંમતનગર વિભાગને 11, જામનગર વિભાગને
9, જૂનાગઢ વિભાગને 16, મેહસાણા વિભાગને 15, નડિયાદ વિભાગને 9, પાલનપુર વિભાગને 11, રાજકોટ
વિભાગને 19 તેમજ સુરત વિભાગને 6 એમ કુલ મળીને 151 બસો ફાળવવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી પૂનમબેન માડમ, મેયર શ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ
ચનીયરા, ધારાસભ્ય સર્વે શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રીમતી રીવાબા જાડેજા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરી સહિતના
મહાનુભવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *