Gujarat

લ્યો કરો વાત  !  જામકંડોરણા ની તાલુકા પંચાયત નાક  નિચે જ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે.

જતાં આવતાં તાલુકા પંચાયત ના તમામ લોકો આ ગેરકાયદેસર બાંધકામ ને નજરે નિહાળી રહ્યો છે
*ફિરભી  તેરી ભી ચુપ મેરી ભી ચુપ*
જામકંડોરણા તાલુકા પંચાયત ની સામે જ તાલુકા પંચાયત ના રોડ પર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે.  જામકંડોરણા ની તાલુકા પંચાયત કચેરી ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી સહિત કર્મચારીઓ તાલુકા પંચાયત ના હોદેદારો અને સભ્યો ને આ શિવમ્ સાઈકલ સ્ટોર વાળા ભાઈશ્રી  ગેરકાયદેસર બાંધકામ કરી પેશકદમી કરી રહ્યા છે. તે આ તમામ લોકો ની નજર સમક્ષ થઈ રહ્યું હોવા છતાં સવાલ એ થાય છે. જામકંડોરણા નું સ્થાનિક તંત્ર કેમ ધૃતરાષ્ટ્ર ની ભુમિકા ભજવી રહ્યા છે. શિવમ્ સાઈકલ સ્ટોર જેવા અનેક લોકોએ જામકંડોરણા ના જાહેર માર્ગ પર પંચાયત કેબીન રાખવા ની મંજૂરી મા ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધા છે છતાં સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી નામે મીડું જોવા મળી રહ્યું છે. નજર સમક્ષ થયેલાં ગેરકાયદેસર બાંધકામ ને રોકવામાં સ્થાનિક તંત્ર ને કોની શરમ ભરવી પડે છે? જામકંડોરણા ના જાગૃત નાગરિક આ ગેરકાયદેસર બાંધકામ ની લેખીતમાં રજુવાત કરી છે. જોવા નું તે રહ્યું જામકંડોરણાનુ સ્થાનિક તંત્ર આ રજુવાત ધ્યાન લઈ કાર્યવાહી કરશે કે પછી  આ જાગૃત નાગરિક ની રજુવાત ભરેલી અરજી ને ટલ્લે ચડાવી દેશે.

AddText_03-23-04.06.56.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *