ચુંટણીલક્ષી ગતિવિધિ બની તેજ…
આગામી ફેબ્રઆરી માસ માં સંભવત નગર પાલિકાઓની ચુંટણીઓ જાહેર થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય પક્ષોમાં ગતિવિધિઓ તેજ બનવા પામી છે.વંથલી ખાતે કોંગ્રેસપક્ષ દ્વારા નગરપાલિકાની ચૂંટણીઓ અનુલક્ષીને નિરીક્ષક તરીકે ઉપેન્દ્ર બોરીસાગર ની નિમણૂક કરવામાં આવી છે.આ નિરીક્ષક વંથલી શહેરની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરી જિલ્લા અને પ્રદેશને રિપોર્ટ કરશે ત્યારબાદ ઉમેદવારો સિલેક્શન કરવામાં આવશે
ચુંટણી પહેલા જ કોંગ્રેસ પક્ષ દ્વારા ગતિવિધિઓ તેજ કરતા કોંગ્રેસી કાર્યકરો ઉત્સાહિત બન્યા છે.
તાજેતર માં જ વિધાનસભા ની ચુંટણીમાં આ વિસ્તારમાં કોંગ્રેસ નો ભવ્ય વિજય થતા અને વંથલી શહેરમાંથી કોંગ્રેસ પક્ષને સારા માં સારો પ્રતિસાદ મળતા નગરપાલિકામાં પણ કોંગ્રેસનો પંજો લહેરાવવા નો આશાવાદ હાલ તો શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન શાહ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


