Gujarat

વંથલી શહેરમા ડો.બાબાસાહેબ આંબેડકરની 132મી જન્મજયંતી નિમિતે તાલુકા કક્ષાની ભવ્ય શોભાયાત્રા નીકળી

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે વિશ્વવિભુતી મહામાનવ ડો.બાબાસાહેબ આંબેડકર ની 132 મી જન્મજયંતી નિમિતે આજરોજ વંથલી શહેરની મુખ્ય બજારમાં ડી.જે ના તાલ સાથે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.દલિત સમાજની મહિલાઓ,યુવાનો વડીલો અને તાલુકા ભરમાંથી દલિત સમાજ સાથે મુસ્લિમ સમાજનાં યુવાનો અને અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં જય ભીમના નાદ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.શોભાયાત્રા દરમિયાન આઝાદચોક,ડુંગરી બજાર સહિત અનેક જગ્યા પર મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ઠંડા પીણા ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આંબેડકર ચોક ખાતે બાબાસાહેબ ના સ્ટેચ્યુ એ ફૂલહાર કરી શોભાયાત્રા પરત ફરી હતી…
અત્રે ઉલ્લેખનીય છેકે દર વર્ષે યોજાનાર શોભાયાત્રામાં દલિત સમાજ સાથે મુસ્લિમ સમાજના યુવાનો અને અગ્રણીઓ પણ જોડાઈ જય ભીમ ના જય ઘોષ કરી કોમી એકતા ની મિશાલ જ્વલંત રાખી હતી..
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230414_142933.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *