Gujarat

 વંથલી શહેરમાંથી બાઈક ચોરી કરનાર આરોપીને ગણતરીની કલાકમાં શોધી કાઢતી વંથલી પોલીસ….      

વંથલી પોલીસની પ્રશંસનીય કામગીરી…….
સરકારશ્રી દ્વારા જનહિત માટે શરૂ કરવામાં આવેલ વાહન ચોરી તથા મોબાઈલ ચોરીની ફરિયાદ E-FIR  દ્વારા કરી પોતાના હવાલાની મિલકત પરત મેળવી શકે તથા સમયનો બચાવ થઈ શકે. જે અંતર્ગત મહત્વનો પ્રોજેક્ટ E-FIR શરૂ કરવામાં આવેલ હોય જે અનુસંધાને ગત તારીખ 11 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે શહેરના આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ પ્રિન્સ પાનની દુકાન પાસે પાર્ક કરેલ CBZ મોટરસાયકલની ચોરી બાબતે ફરિયાદી દ્વારા વંથલી પોલીસ સ્ટેશનમાં E-FIR કરવામાં આવેલ હતી. જે E-FIR ફરિયાદને આધારે બનાવની ગંભીરતા ધ્યાને લઈ મિલકત સંબંધી ગુન્હામાં આરોપીને મુદામાલ સાથે ઝડપી પાડવા જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહા નિરીક્ષક મયંકસિંહ ચાવડા ની સૂચના તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ સેટ્ટી ના માર્ગદર્શન અન્વયે કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ના માઇક્રોપ્લાનિંગ હેઠળ વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એમ.કે.મકવાણા ના સહયોગ દ્વારા વંથલી પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ રહેતા તે દરમિયાન ટેકનિકલ તથા હુમન સોર્સની મદદથી એ.એસ.આઇ એન.આર વાઢેર તથા પો.કોન્સ. વિક્રમસિંહ જુંજીયા નાઓને મળેલી બાતમીને આધારે બાઇક ચોરી કરનાર આરોપી સાહિદભાઈ મુસ્તાકભાઈ બાબી જાતે મુસ્લિમ રહે. જુનાગઢ વાળા ને ગણતરીની કલાકોમાં જ વંથલી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.આર.વાઢેર, આર.એમ.સોલંકી,પો.કોન્સ. વિક્રમસિંહ જુંજીયા,મુળુભાઇ વાંદા,મહેશભાઈ મેવાડા તથા પ્રવીણભાઈ સિંધલ દ્વારા સાથે રહી આરોપીને પકડી પાડી આ પ્રશંસનીય કામગીરી કરેલ હતી.
 રીપોર્ટ:હાર્દિક વાણીયા વંથલી

IMG-20230212-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *