Gujarat

વંથલીમાં વોર્ડ 6 ના રહીશો ઉભરાતી ગટરના ગંદા પાણીથી હેરાન પરેશાન….

સ્થાનિક મહિલાઓએ મામલતદારને લેખિત આવેદનપત્ર આપી કરી રજૂઆત….
 યોગ્ય નહિ થાય તો આવનાર નગરપાલિકા ચૂંટણીમાં  મતદાન બહિષ્કારની ચીમકી…..
જુનાગઢ જિલ્લાના વંથલી શહેરના વોર્ડ નંબર 6 માં આવતા વાલીઝાપા વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા પાણીથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ પર આવવાને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં વધી ગયો છે. જેના કારણે મચ્છર જન્યો અને પાણીજન્ય રોગો ફાટી નીકળે તેવી દેહસત હાલ તો ઊભી થઈ છે. નગરપાલિકાને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આખ આડા કાન કરવામાં આવતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
છેલ્લા ચારથી પાંચ મહિનાથી ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ પોકારી જઈ આજરોજ વોર્ડ નંબર 6 ની મહિલાઓ આક્રોશ સાથે મામલતદાર અને ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે ઉભરાતી ગટરના કારણે રોગચાળો ફાટી નીકળી કોઈ માનવ મૃત્યુ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક તંત્રની રહેશે વધુમાં આ ગંભીર બાબતને લઈ આવનાર દસ દિવસમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 6 ના રહીશોએ મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230504_135711.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *