Gujarat

વડનગરના સિપોરમાં ત્રણ શખ્સોએ જૂની અદાવત રાખી બે કિશોરોને માર માર્યો

મહેસાણા
વડનગર તાલુકામાં આવેલા સિપોર ગામે થોડી દિવસ અગાઉ બે પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હતી. જે બાદમાં જૂની અદાવત રાખી ગામના ત્રણ શખ્સોએ બિયારણની દુકાને બેસેલા બે કિશોરોને દુકાન માંથી બહાર કાઢી માર માર્યાની ઘટના બની છે. મારામારીની ઘટના કોમ્પલેક્સના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ મામલે વડનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર તાલુકાના સિપોર ગામના બ્રહ્માણી નગર ખાતે રહેતા કિશનસિંહ ડાભીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેઓનો ભાણો પ્રતીકજી ચૌહાણ તેમજ ફરિયાદીનો પિતરાઈ ભાઈ દિપકસિંહ ગામમાં આવેલ પોતાની કિસાન એગ્રો દુકાન પર બેઠા હતા. એ દરમિયાન ગામમાં રહેતા ડાભી પ્રવીણસિંહ સોમાજી, ઠાકોર રમેશજી વરવાજી અને ઠાકોર સુરેશજી ફરિયાદીની દુકાને આવી જૂની અદાવત રાખી ફરિયાદીના ભાણા અને ભાઈને ગાળો બોલી દુકાન બહાર કાઢી મૂક્યા હતા. ગામના જ ત્રણ શખ્સોએ જૂની અદાવત રાખી ગાળો બોલી લાફા મારી લોખંડની પાઇપ ફરિયાદીના ભાઈને મારતા ઘાયલ થયો હતો.બાદમાં ભાણાને પણ ગડદાપાટુનો માર મારી ઘાયલ કર્યા બાદમાં વધુ હોબાળો થતા આસપાસના લોકોએ વધુ મારથી છોડાવ્યા હતા.ઘટનાની જાણ ફરિયાદીને થતા ફરિયાદી ઘરે આવી ઇજા પામેલા ભાઈ અને ભાણાને સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જાેકે સમગ્ર ઘટના કોમ્પલેક્ષમાં લાગેલા ઝ્રઝ્ર્‌ફ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે મામલે વડનગર પોલીસમાં પ્રવીણસિંહ સોમાજી ડાભી,રમેશજી વરવાજી ઠાકોર અને સુરેશજી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *