પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સ્થાપના દિવસના મહિનામાં અંગદાન ક્ષેત્રે
ગુજરાતે ઐતિહાસિક સિધ્ધી હાંસલ કરી છે. ગુજરાતમાં આ મે મહિનામાં કુલ 19 અંગદાન થયા છે જેમાંથી મળેલા 58 અંગોનું
સફળતાપુર્વક જરૂરિયાતમંદ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.
કોઇપણ એક મહિનામાં રાજ્યભરમાં થયેલા આ અંગદાનની પ્રવૃતિ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ છે તેમ મંત્રીશ્રી ઉમેર્યું
હતુ.
એક મહિનામાં મળેલા 58 અંગોમાં કિડની- 34,લીવર – 18,હ્રદય – 3, ફેફસાની અને હાથની એક-એક જોડ, અને નાના
આંતરડાનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ રાજય સરકારના SOTTO
એકમને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તાજેતરમાં જ મળેલ એવોર્ડ થકી રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે
સંકળાયેલા તમામ લોકોને પ્રોત્સાહન મળ્યું છે. આ બહુમાન એ રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિમાં પ્રાણ ફુંક્યો છે.
