વડોદરા
વડોદરા શહેરી વિસ્તારમાં સ્પા અને કપલ બોક્સના નામે ગેરકાયદેસર અનૈતિક પ્રવુતિઓ ચાલતી અનેક વાર જાેવા મળી છે. જાેકે આવા ચાલતા ગેરકાયદે કપલ બોકસ પર પોલીસ કાયદાકીય પગલાં લઈ રહી છે. ત્યારે વડોદરામાં વધુ એક કપલ બોક્સ પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સ પર પોલીસે તવાઈ બોલાવી છે. સૂબઇલાઈટ હોટલની બાજુમાં ઈન્વિઝેબલ કાફે પર પોલીસે દરોડા પાડ્યા છે. મહત્વનું છે કે ૧૮ વર્ષના સંચલકની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં ચાલતા આવા ગેરકાયદે કપલ બોક્સ વિરુદ્ધ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈ પોલીસ એક્શનમાં આવી છે, પોલીસને બાતમી મળી હતી કે ફતેહગંજમાં ચાલતા કપલ બોક્સમાં નિયમ વિરુદ્ધ યુવક યુવતી ભેગા થઈ રહ્યા છે. નાસ્તા અને કેફેની આડમાં આ કપલ બોક્સ ચલાવવામાં આવતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ હતું. મહત્વનું છે કે આ કામગીરીમાં સંડોવાયેલા લોકોની પણ તપાસ કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.